અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શુટિંગ રેન્જ ખાતે આજરોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આયોજીત અને એચ.એન.શુક્લ કોલેજ દ્વારા ઓલ ગુજરાત રાઇફલ શૂટિંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને નિશાન સાધ્યું હતું.
સ્પર્ધાના ઉદઘાટન સમરંભમાં મુખ્ય અતિથિ તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણા તથા યુવા નેતા અને રાજકોટ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર ડો. નેહલભાઇ શુકલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે હાજરી આપી હતી.
આ તકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહબરાણાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીટિયું આયોજીત રાયફલ શુટિંગ સ્પર્ધામાં આજે ઘણા યુવાઓએ ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું અને વધુને વધુ યુવાનો સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ આવે તેવા જ અમારા પ્રયાસ છે.