જમ્મુ-કાશ્મીરના શોપીયા જિલ્લામાં આતંકવાદીઓએ આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે. આ દરમ્યાન સુરક્ષા દળોના જવાબી ફાયરીંગમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. જયારે ઘટના સ્થળે જ અન્ય ત્રણ મૃતદેહ પણ મળી આવ્યા હતા. આર્મીએ કહ્યું છે કે, તેઓ આતંકવાદીઓના મદદગાર ઓવર ગ્રાઉન્ડ વર્કર બન્યા હતા. જોકે સ્થાનિક લોકોએ તેમને સ્થાનિક કહ્યા હતા. તેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.
એવુ કહેવાય છે કે, શોપીયા જિલ્લાના પિંજોરા એરિયામાં આતંકવાદીઓએ જોઈન્ટ મોટર વ્હીકલ પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરીંગ કર્યું હતું. ત્યારબાદ સૈન્યએ મોરચો સંભાળ્યો હતો. આ દરમ્યાન એક આતંકવાદીને ઠાર મરાયો હતો. ભારતીય સૈન્ય અથડામણની જાણકારી આપતા કહ્યું છે કે, જવાબી કાર્યવાહીમાં આતંકવાદી સાથે કારમાં સવાર ત્રણ ઓવર ગ્રાઉન્ડ વકર્સ પણ માર્યા ગયા છે. આતંકવાદી હુમલાની આ ઘટના રાત્રે આઠ વાગ્યાની છે.
વિસ્તારમાં સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું છે. સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબાર થતા ધમાસાન મચી ગઈ હતી. જોકે આતંકવાદીઓની સંખ્યા સ્પષ્ટ થઈ શકી નથી. આતંકવાદીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા. આ હુમલામાં સુહેલ વાગય, મોહદ શાહિદ ખાન અને શહનાવાઝ અહેમદ વાગય કારમાં મૃત મળી આવ્યા હતા.