અબતક, નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી તો સામે ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય પ્રવાસ પર આવી ત્રણ ટી-20 મેચ રમશે જેની શરૂઆત આવતીકાલ થી જયપુર ખાતે થશે.
ભારતીય ટીમે તેના નવા હેડ કોચ ની સાથે રહી નેટ પ્રેક્ટિસ કરી
ન્યૂઝીલેન્ડ ટીમ આવતાની સાથે જ ટીમ કોવિડ પ્રોટોકોલ હેઠળ ધરાઈ હતી જ્યારે ભારતીય ટીમના નવા સુકાની અને નવા કોચ ની અધ્યક્ષતામાં ટીમ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. મેચના શેડ્યુલ અંગે જો વાત કરવામાં આવે તો પ્રથમ મેચ ૧૭ નવેમ્બરના રોજ જયપુર ખાતે રમાશે જ્યારે બીજો મેચ 19 નવેમ્બરના રોજ રાંચી ખાતે અને ત્રીજો ટી-20 મેચ કલકત્તા ખાતે રમાશે.
બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ માટે પણ ભારત સામેના આ ત્રણ મેચ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે જેનું મુખ્ય કારણ એ છે કે ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી છે તો તેનું જે મનોબળ હોવું જોઈએ તે હજુ સુધી જોવા મળ્યું નથી અને તેની સીધી જ આસ્તે ભારત સામેના મેચમાં જોવા મળે તો નવાઈ નહીં. ન્યૂઝીલેન્ડ ના હેડ કોચ એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમય ખુબજ અઘરો અને કઠિન છે. તેને થી બહાર નીકળવા તેમ અત્યારના ખરા અર્થમાં મહેનત કરી રહી છે. T20 મેચ પૂર્ણ થયા બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમ ટેસ્ટ મેચ પણ રમશે.