સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદગુરુ શિવકૃપાનંદ સ્વામી દ્વારા ઓનલાઈન ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૬૧ દેશોના ૬૦૦૦૦ થી વધારે લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ નિ:શુલ્ક હતો.

ત્રણેય દિવસ વહેલી સવારે ધ્યાનનાં સત્ર થયાં, જેમાં ધ્યાનની ઉચ્ચ અવસ્થા અંગે સાધકોને માર્ગદર્શન આપી ધ્યાન કરાવ્યું હતું, ત્રણ દિવસ દરમિયાન અને અધ્યાત્મના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શિબિરાર્થીઓ દ્વારા પૂછાયેલા અનેક પ્રશ્નોનું સચોટ સમાધાન પણ કર્યું હતું. જેમાં વર્તમાન સમયના અનેકવિધ વિષયો જેવા કે કોરોના મહામારીમાં ધ્યાન દ્વારા સુરક્ષા, યુવા અને ડિપ્રેશન, આત્મહત્યા, સરહદના પ્રહરી એવા રક્ષકોની સુરક્ષા જેવા વિષય પર આવેલા પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

WhatsApp Image 2020 07 08 at 14.44.45 4

જેનો દેશવિદેશના હજારો લોકોએ લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડાયરેક્ટર અમ્બરીષભાઈ, પ્રિન્સ શાહ, રમેશ લાલવાણી, આશ્રમના મેનેજર ધૈવત જોશી વિગેરે સેવાધારીઓ અને સમર્પણ પરિવારના અનેક સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.