ભારતીય વિચાર મંચ દ્વારા હેમુગઢવી હોલ ખાતે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠનું વ્યાખ્યાન યોજાયું: રામમંદિર, કલમ ૩૭૦ તથા કાશ્મીરના મુદા પર ચર્ચા કરાઈ
રાજકોટ ભારતીય વિચાર મંચ દ્વારા હેમુગઢવી હોલ ખાતે રાષ્ટ્રના આંતરીક પડકારો અને ઉપાયો વિષય પર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતુ ભારતીય વિચારમંચ છેલ્લા ૨૭ વર્ષથી રાજકોટમાં રાષ્ટ્રવાદિ કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે. ત્યારે આ વ્યાખ્યાનમાં રામમંદિર, ૩૭૦, ૩૫ અ કલમ તથા કાશ્મીર મુદા જેવા અનેક મુદાઓ પર વાત કરવામાં આવી હતી આ આયોજનમાં શહેરના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જયાં સુધી ભારતની વાત છે. અને આંતરીક પડકારોની વાત છે જે ભારતની અંદરના ખતરા છે. એ ખતરા વિદેશી ખતરા કરતા ઘણા મોટા છે. ખતરનાક છે. હુ એવું માનુ છુ કે આજે જે સૌથી મોટો ખતરો છે એ ઈસ્લામીક આતંકવાદ છે.
આ ઈસ્લામીક આતંકવાદ હથીયારથી નથી લડતા આ કાશ્મીરમાં આર્મિવાળાઓથી લડે છે. બિહારમાં લોકો પોલીસ ઉપર હુમલો કરે છે. ઉત્તરપ્રદેશમાં લોકો પોલીસ ઉપર હુમલો કરે છે. અને આજ આતંકવાદ દેશની જયુડીસરીને બીવડાવે છે. દેશની પોલીસ વ્યવસ્થાને ડરાવે છે. એ લોકોએ દેશના સતાધીશો કાનુન વ્યવસ્થાને એટલું બીવડાવી દીધું છે કે લોકો સાચુ બોલવાથી બીવે છે. અને સાચુ બોલે અને તેની હત્યા થઈ જાય તો એના કોઈ સમાચાર પણ આવતા નથી. આ ભીડ તંત્ર એ એવું કર્યું છે કે જો નાઝાઈસ કામ કરતા મરે, ઈસરતનુ એન્કાઉન્ટર થાય, સૌરાબુદીનનું એન્કાઉન્ટર થાય તો દેશમાં સેકયુલારીઝમ ખતરામાં આવી જાય છે. પરંતુ એક સાધવીને વરસો સુધી પુરી રાખવામાં કોઈસાબીત થતું નથી છતા આ દેશમાં એવું સ્થપાય છે કે ભારતમાં હિન્દુ આતંકવાદ છે. જો કોઈ હિન્દુ મરે છે તો મીડીયાએનું નામ નથી બતાવતા. મારવાવાળા મુસ્લિમ હોય તો કહે છે કે ભીડ એ માર્યા પરંતુ જો કોઈ મુસ્લીમ કરે છે તો તેનું નામ પણ ખબર પડે છે. અને ભીડની પણ ખબર પડી જાય છે. આવા કારણોથી જ દેશ અંદરથી ખોખલો થઈ ગયો છે.
માટે જ હું કહેવા માંગુ છું કે પાકિસ્તાન, ચાઈના ભારત માટે ખતરો નથી પરંતુ ભારતની અંદર રહેલા આ તમામ ખતરા બહુમોટા છે. આ મુદાઓ પર ચર્ચા કરવા ભારતીય વિચાર મંચ રાજકોટ એ મને બોલાવ્યો છે. આ પહેલો જિલ્લો છે જયાં રાત્રે ૮-૯ વાગ્યે લોકો રાષ્ટ્રવાદની વાતો સાંભળવા આવે છે. અમને ગમ્યું મે પહેલા પણ કહ્યું હું રીપોર્ટર રહ્યો છું એટલે મારૂ માનવું છે કે દેશે અયોધ્યાના મામલામાં બહુ રાહ જોવાની નથી અને જે રીતે ચર્ચાઓ થઈ છે તે જોતા મને લાગે છે કે રાષ્ટ્રવાસીઓને માયુસ થવું નહી પડે.