બિહારના કોયલી ગામેથી રાહુલ પાસવાન નામના શખ્સની ધરપકડ
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ શખ્સનું નામ રાહુલ પાસવાન છે કે જે બિહારના સીતમાર્ચી જીલ્લાના કોયલી ગામેથી ઝડપાયો છે.
જીજ્ઞેશ મેવાણીના સચિવ કૌશિક પરમારે કહ્યું કે, ૬ જુનના રોજ ધારાસભ્ય મેવાણીનો ફોન તેની પાસે હતો તે દરમિયાન એક માણસનો ધમકીભર્યો ફોન આવ્યો હતો અને તે માણસ પોતે રાજીવ મિશ્રા હોવાનું જણાવી રહ્યો હતો અને જીજ્ઞેશ મેવાણીને ગોળી મારી દેવાની ધમકી આપી રહ્યો હતો.
આ વિશે બનાસકાંઠા પોલીસે કહ્યું ક, અમે તે નંબરને ટ્રેક કરી તપાસ શ‚ કરી હતી અને તેના આધારે આ નંબર બિહારના સીતમર્ચી જીલ્લાના કોયલી ગામનો નોંધાયો હતો જયાં જઈ રાહુલ પાસવાનની ધરપકડ કરી છે. જે ફોન પરથી જીજ્ઞેશ મેવાણીને ધમકી અપાઈ હતી તે ફોનને કબજે કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે.