ફંગસ એટલે ફુગ ઘણીવાર ખોરાકમાં ફૂગી વળી જાય છે તે ફૂગ-ફંગસ કહેવાય. તે પ્રકાશ સંશ્ર્લેષણ કરતું નથી, વૃધ્ધિએ તેમનાં ગતિ શિલતાના માધ્યમ છે. વિશ્ર્વભરમાં મોટાભાગની ફૂગ તેમના માળખાના નાના કદને કારણે અને જમીનમાં અથવા મૃત પદાર્થો પરની તેમની ગુપ્ત જીવનશૈલીને કારણે અસ્પષ્ટ છે.
દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસના કેસો સામે આવી રહ્યાં છે. કોરોનામાંથી સાજા થયેલાને આ થવાની શક્યતાઓ વધી જાય છે. બ્લેક બાદ વ્હાઇટ ફંગસનાં કેસો આપણા દેશના બિહાર રાજ્યમાં જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. સૌથી ભયાવહ બાબતમાં આનો ચેપ પ્રાઇવેટપાર્ટ સુધી લાગી શકવાની શક્યતા રહે છે. સાથો-સાથ આ ફંગસ ઇન્ફેક્શન શરીરની ચામડી-નખ-મોઢાની અંદરનો ભાગ આંતરડા-કિડની અને મગજને ખરાબરીતે અસર કરે છે. ગંભીરતા તો એ છે કે આવા દર્દીના કોરોના રિપોર્ટ નેગેટીવ આવે છે અને જો સીટી સ્કેન કરીએ તો કોરોના જેવા લક્ષણો કે ઇન્ફેક્શન જોવા મળે છે. વધુ તપાસમાં દર્દીના કફનો કલ્ચર રિપોર્ટ કરાય તો આ ફંગસના ચેપની જાણકારી મળે છે.
કોરોના વાયરસને દુનિયાભરના વૈજ્ઞાનિકો હજુ પુરો ઓળખી નથી શક્યા ત્યાં તો તેનામાં બદલાવ (મ્યુટેશન) આવી જાય છે. પ્રથમ લહેર બાદ બીજી આવીને હવે ત્રીજી આવશે કે વિદેશોમાં ચોથી લહેર આવશે. તેવી ચેતવણી અપાય રહી છે. ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓ વ્હાઇટ ફંગસની ઝપટમાં આવી શકે છે. કોરોનાને કારણે જેના ફેફ્સા સંક્રમિત થયા છે તેને ચેપ લાગતા રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. આ ચેપનું ઇન્ફેક્શન ડાયાબીટીસવાળાને તથા લાંબા સમયથી સ્ટીરોઇડ લેતા હોય તેવા દર્દીને આ ફંગસનું ઇન્ફેક્શન લાગી શકે છે. આ ઉપરાંત બાળકો અને કેન્સરના દર્દીઓને પણ વ્હાઇટ ફંગસનો ચેપ લાગી શકે છે. આની સાવચેતી માટે ઓક્સિજન કે વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓના ઉપકરણ ખાસ તો ટ્યુબ કિટાણુ રહિત હોવી જોઇએ અને ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ સ્ટરિલાઇઝ પાણી વડે કરવો જરૂરી છે.
હાલ દેશમાં સૌથી વધુ બ્લેક ફંગસ (મ્યુકરમાકોસિસ)ના કેસો ગુજરાતમાં વધુ જોવા મળી રહ્યાં છે. આજે જ તેને મહામારી તરીકે જાહેર કરી છે. ત્યાં જ વ્હાઇટ ફંગસના દર્દી મળી આવતા મેડીકલ જગત સાથે રાજ્ય-દેશના આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.
કોરોના છે કે વ્હાઇટ ફંગસને અંતર સમજવું તબીબો માટે પણ મુંજવણભર્યું છે. આ માટે હવે કફની તપાસ ઉપર આધાર રાખવો પડશે. વ્હાઇટ ફંગસનું કારણ પણ મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ની જેમ ઓછી ઇમ્યુનીટી જ છે. જે લોકો ડાયાબીટીઝનો શિકાર થયા છે તેમને આ ફંગસ વધારે અસર કરે છે.
મ્યુકરમાઇકોસિસએ ખૂબ જ દુર્લભ ચેપ છે તે મ્યુકર મોલ્ડના સંપર્કને કારણે થાય છે જે સામાન્ય રીતે છોડ-ખાતર-મારટી અને ક્ષીણ થતા ફળો અને શાકભાજીમાં જોવા મળે છે. તે બધે જોવા મળતા તે હવા-માટી અને તંદુરસ્ત લોકોના નાક અને લાળમાં પણ જોવા મળે છે. આ ઇન્ફેક્શન સાઇનસ-મગજ અને ફેફ્સાને અસર કરે છે. એચ.આઇ.વી. પોઝીટીવ લોકોમાં પણ આ જીવલેણ બની શકે છે. ડોક્ટરોના મત મુજબ બ્લેક ફંગસ (મ્યુકરમાઇકોસિસ)માં મૃત્યુનું પ્રમાણ 50 ટકા છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસર વાળા શહેરોમાં મુંબઇ પ્રથમ છે.
ગયા વર્ષની કોરોના ટ્રીટમેન્ટ બાદ કે પહેલા કોઇને ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું ન હતું. દેશ સામે આવેલા મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના પડકારે રાજસ્થાન-હરિયાળા-તેલંગાણા-દિલ્હી-મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. આંખ ગુમાવવી-મૃત્યુ થવું જેવું જોવા મળ્યું છે. દરેક રાજ્યમાં આની સારવાર માટે અલગ સેન્ટરો બનાવ્યા છે. આ મ્યુકરમાઇકોસિસ નામનું બ્લેક ફંગસનું ઇન્ફેક્શન કોરોના ના એવા દર્દીઓમાં જોવા મળ્યું કે જેમને સ્ટીરોયડ થેરાપી અપાય હોય અને સુગર લેવલ અનિયંત્રિત હોય. આ આફત હજી ટળી નથી ત્યાં વ્હાઇટ ફંગસનો ભયંકર ખતરો દેશમાં આવી ગયો છે. સૌથી ગંભીર વાત એ છે કે વ્હાઇટ ફંગસ અને કોરોનાના લક્ષણો એક સરખા છે.
ગુજરાતમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ) બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો મંડરાયો છે. કોરોના હજુ કાબુમાં નથી ત્યાં ફૂગજન્ય રોગોએ માથુ ઉચકતા તંત્રની ચિંતા વધારી છે. મ્યુકરને રાજસ્થાન અને તેલંગાણા બાદ આજે ગુજરાતે મહામારી જાહેર કરી છે. આ મ્યુકરમાઇકોસિસ એટલે કાળી ફંગસ જે એક પ્રકારની ફૂગથી થતી બિમારી છે. જે લોકોનું સુગર લેવલ વધારે હોય તેને ચેપ ઝડપથી લાગે છે. હાલ કોરોનાને કારણે આ બિમારીએ સ્પિડ પકડી છે.
મોટાભાગના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ બિમારી ફેલાવવામાં કોરોના સામે અણધડ ઉપચારથી વધ્યો છે. સ્ટીરોઇડ સહિતની વધુ માત્રાની બિનજરૂરી દવાઓને કારણે આ મ્યુકરમાઇકોસિસ વધ્યો છે. એમાં પણ કૃત્રિમ પ્રાણવાયુ પર રહેલ દર્દીઓ સતત ઓક્સિજન માસ્ક મોં માં રહેવાથી વધુ માત્રામાં ભેજનું પ્રમાણ વધતા અહી ફૂગ થઇ જતાં આ ચેપની શક્યતાઓ વધી ગઇ છે. મ્યુકરમાઇકોસિસ પણ એક પ્રકારની ફૂગ જ છે. આ બ્લેક ફંગસ બાદ વ્હાઇટ ફંગસનો ખતરો પણ આવી રહ્યો છે.
બ્લેક ફંગસ (મ્યુકરમાઇકોસિસના લક્ષણો )
- દર્દીના હાથ-પગ કે શરીરના તમામ ભાગમાં લાલ ચાંભા થવા
- લાલાશ પડતી ચામડી થઇ જવી
- સોજો ચડી જવો
- માથાનો દુ:ખાવો થવો
- આંખે ઓછુ દેખાવું
- આંખમાં બળતરા અને દુ:ખાવો થવો
- શરીરના સ્નાયુઓમાં દુ:ખાવો થવો
જોખમી વ્હાઇટ ફંગસની અસરો
આ બિમારી બ્લેક ફંગસ (મ્યુકરમાઇકોસિસ) કરતાં પણ વધારે ખતરનાક છે. વ્હાઇટ ફંગસથી પણ કોરોનાની જેમ ફેફ્સા સંક્રમિત થાય છે. ફેફ્સા ઉપરાંત ચામડી -નખ-મોઢાના અંદરનો ભાગ-પેટ અને આંતરડા-કિડની-મગજ ગુપ્તાંગ વિગેરેને પણ સંક્રમિત કરી શકે છે. દેશમાં આના જોવા મળેલ દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવેલ જેમાં ત્રણેય ટેસ્ટ રેપિડ એન્ટિજન-રેપીટ એન્ટિબોડી અને આરટીપીસીઆર નેગેટીવ હતા. તપાસ કર્યા બાદ ફક્ત એન્ટિ ફંગસ દવાઓથી દર્દી સાજા થયા હતાં. પણ કોરોના છે કે વ્હાઇટ ફંગસએ અંતર સમજવામાં મુશ્કેલી પડે છે, કારણ કે આ ફૂગનું ઇન્ફેક્શન અને કોરોનાના લક્ષણો એક સરખા જ દેખાય છે. આને ઓળખવા માટે દર્દીના કફની તપાસ કરવી જરૂરી છે.