સીડીસી (સેન્ટર ફોર ડિઝાસ્ટર કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) આંકડાઓ અનુસાર, કુલ 4,064 અમેરિકન્સ નવા વર્ષના ત્રીજાં અઠવાડિયે ફ્લૂના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે ફેબ્રુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં બીમારીનો આંકડો 1 બિમારની સામે 10નાં મોતનો છે. આ ફ્લૂના કારણે ફાર્મસીઓમાં પણ દવાઓના વેચાણની અછત સર્જાઇ છે. કેટલાંક સ્ટેટ્સમાં પ્રિસ્ક્રિપ્શનમાં નોંધનીય વધારો થયો છે.

છેલ્લાં એક અઠવાડિયામાં મૃત્યુઆંકમાં વધારો

– ઓરિઝોના, ઇન્ડિયાના, કેન્ટુકી અને આર્કાન્સાસમાં ગયા વર્ષની સરખામણીએ દવાના પ્રિસ્ક્રિપ્શનમાં 20 ટકાનો વધારો થયો છે. જ્યારે સાઉથ અને મિડવેસ્ટમાં હાઇ વોલ્યુમ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.
– ટેમિફ્લૂના પ્રિસ્ક્રિપ્શનનો રેશિયો વાર્ષિક 6 ગણો વધારે છે. સતત વધી રહેલા પ્રિસ્ક્રિપ્શનના કારણે અમેરિકામાં મેડિકેશન અછત સર્જાઇ છે.
– સીડીસી એક્ટિંગ ડિરેક્ટર એન્ન સ્નુચેટે આગામી થોડાં અઠાડિયામાં આ મૃત્યુઆંકમાં સતત વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે.
– એન્નના જણાવ્યા અનુસાર, બદનસીબે મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય નહીં. આગામી સમયમાં અમેરિકામાં વધુમાં વધુ લોકો ન્યૂમોનિયા અથવા ઇન્ફ્યૂએન્ઝા રિલેટેડ બીમારીઓના કારણે મૃત્યુ પામશે.

શું છે ટેમિફ્લૂ ?

ટેમિફ્લૂ સામાન્ય રીતે શ્વસન માર્ગે થતો ચેપી રોગ છે.જેથી દર્દીના ગળા, નાક અને ફેફસાંમાં ઇન્ફેક્શન થાય છે. આ ચેપથી સામાન્ય તાવમાં પણ દર્દીનું મોત થઇ શકે છે.
ટેમિફ્લૂ એક વ્યક્તિથી બીજાં વ્યક્તિ સુધી ખાંસી કે છીંક દ્વારા ફેલાય છે. આનાથી દર્દી જાહેર સ્થળોએ છીંક કે ખાંસી ખાય તો તેની નજીક બેઠેલાં વ્યક્તિને તરત જ ચેપ લાગવાની શક્યતાઓ હોય છે. આ સિવાય દર્દી સામાન્ય તાવ દરમિયાન સતત તેની આંખો, ગળું કે નાક, મોંઢાને અડકશે તો પણ વાઇરસ ઝડપથી ફેલાવાની શક્યતાઓ છે.
– ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ઇન્ફેક્શનવાળા વ્યક્તિ પાસેથી બીજાં વ્યક્તિ સુધી આ ચેપ પહેલાં દિવસથી જ ફેલાય છે. જેનો અર્થ એ થાય છે કે, તમને પોતાને ખ્યાલ આવે કે તમે બીમાર છો, તો પહેલાં જ તમારો ચેપ અન્ય વ્યક્તિને લાગી જાય છે.
– આ ચેપ સૌથી વધુ બાળકો, નાના બાળકો અને વૃદ્ધોને ઝડપથી લાગે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.