પંજાબ નેશનલ બેંકના કૌભાંડ બાદ આડેધડ રીતે અને ઓછા સમયમાં કલાર્કથી લઈને બેંક અધિકારીઓ સુધીના લોકોના ટ્રાન્સફરનો ઉગ્ર વિરોધ કરવામાં આવેલ છે. જેની જાણકારી આપતા ‘ગુજરાત બેંક વર્કસ યુનિયન’ના જનરલ સેક્રેટરી કિરીટભાઈ તથા પ્રેસિડન્ટ નરેન્દ્ર દવેએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, પંજાબ નેશનલ બેંકના કૌભાંડ તથા બીઓબી અને ઓરીએન્ટલ બેંકોના બીજા નાના કૌભાંડો બહાર આવતા જે અધિકારીના ૩ વર્ષ અને જે કર્મચારીના ૫ વર્ષ પુરા થઈ ગયા હોય તેની ઓછા અલ્ટીમેટમાં જ બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને એ બદલી પણ સ્થાનિક નહી પરંતુ લાંબા રૂટની અને પ્લાનિંગ વગર કરવામાં આવે છે.

જેનો તમામ બેંકના કર્મચારી સહિત ગુજરાત બેંક વર્કસ યુનિયન વિરોધ કરે છે અને તે પ્રશ્ર્નનો નિકાલ ન કરવામાં આવ્યો અને આડેધડ ટ્રાન્સફર રોકવામાં નહીં આવે તો તેના માટે તત્કાલ આંદોલન અને વિરોધ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.