અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ આજે સુરેન્દ્રનગર ખાતે ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરાવામાં આવ્યું છે. આ અધિવેશનમાં ૧૩ જિલ્લાની મહિલા કમિટીઓ પણ જોડાઈ હતી અને લગભગ પાંચ હજાર રજપૂતાણીઓ આ ‘મહાકુંભ’ જેવા અધિવેશનમાં વિવિધ સામાજીક મુદાઓ અંગે ચર્ચા કરશે આ ઉપરાંત ખાસ કરીને જે કોર્ટ કેસો છે તેનો પણ નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે સગાઈ તૂટવાના, છૂટાછેડાના રીમેરેજના તથા આંતર જ્ઞાતિય લગ્નો જેવા સામાજીક મુદાઓને આવરી ‘સમાધાન પંચ’ની રચના કરવામાં આવી હતી.
રાજપૂતાણીઓનાં આ અધિવેશનમાં મુખ્ય અતિથિ હીઝ હાઈનેસ રાસેશ્ર્વરી રાજલક્ષ્મીદેવી ઓફ જેસલમેર (રાજસ્થાન) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સમારંભના અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહજી પરમારે જણાવ્યું છે.
https://www.facebook.com/abtakmedia/videos/621553711586490
રાજપૂત સમાજની આન-બાન અને જ્ઞાન જાળવવાવાળા સંસ્કારો અને સંસ્કૃતિનુ જતન કરવા રાજપુતાણીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાજપૂતાણીઓનાં સિધ્ધાંતો વાણી વર્તન અને પહેરવેસના કારણે એક વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. સમય સાથે તાલમિલાવી સમાજના બહેનોએ પણ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે પ્રગતિ કરી છે. અને વિકાસ સાધ્યો છે જોકે આ વિકાસ સાથે સામાજીક વિનાશન આવે તે માટે ચર્ચા કરવા ચર્ચા કરી નિર્ણયો લઈ તેના માટે ચોકકસ રણનીતિ નકકી કરવાનો આશય અને ધ્યેય સાથે રાજપૂતાણી મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવેલ હતું.
રાજપુત સંસ્કૃતિને સંસ્કારમાં રાજપુતાણીનો બહુ મોટો ફાળો છે. રાજપુતાણી થકી રાજપૂત સંસ્કૃતિ ટકી રહી છે. આ તકે શારદાબા જાડેજા જયશ્રીબા જાડેજા, હીનાબા બી. ગોહિલ, હંસીનીબા જાડેજા, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ઈલાબા જાડેજા તથા ગીતાબા ચુડાસમા નો આ અધિવેશમાં સિંહ ફાળો રહશે. ૨૭ જૂન ગૂરૂવારે દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ, મૂળી રોડ, સુરેન્દ્રનગર ખાતે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયો હતો.
મહત્વનું છે કે આ અધિવેશનમાં ૨૫ વર્ષથી સંયુકત કુટુંબમાં રહી કુટુંબ તેમજ પરિવારની નાની મોટી જવાબદારી સંભાળનાર ૧૧ રાજપુતાણીઓનું નારીત્નથી સન્માન કરવામાં આવ્યુ હતુ.