વર્ષ ૨૦૩૧ સુધીમાં આ ત્રીજા પ્લાનમાં વન્યજીવોના સંરક્ષણને લઈ રોડમેપનું વર્ણન
વન્યપ્રાણીઓના સંવર્ધનને લઈ સરકારે અનેકવિધ પ્લાન ધડી કાઢયા છે. જેના ભાગ‚પે હવે સરકારી ત્રીજો માસ્ટર પ્લાન ઘડવાની તૈયારીમાં છે. સૌપ્રથમ પ્લાન ૧૯૮૩ થી ૨૦૦૧ સુધી અમલીકરણ બન્યો હતો. જયારે બીજો પ્લાન વર્ષ ૨૦૦૨થી ૨૦૧૬ દરમિયાન અમલમાં મુકાયો હતો અને હવે ૨૦૧૭થી ૨૦૩૧ સુધીનો ત્રીજો અને મહત્વનો પ્લાન અમલી બનશે. આ ત્રીજા એકશન પ્લાનમાં ૨૦૩૧ સુધી વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે રોડમેપનું વર્ણન કરાયું છે. આ માસ્ટર પ્લાનની યોજના અનોખી છે.
કારણકે પ્રથમવાર ભારતે વન્યજીવ પર વાતાવરણીય પરિવર્તનના પ્રભાવથી સંબંધિત પ્રશ્ર્નો અને ચિંતાઓને પ્રાધાન્ય આપ્યું છે.
વન્યજીવ પ્રબંધન યોજનાઓમાં આ તમામ પ્રશ્ર્નોનું એકત્રિકરણ પર જોર દેવામાં આવ્યું છે. પર્યાવરણ મંત્રી ડો.હર્ષવર્ધન ગ્લોબલ વાઈલ્ડ લાઈફ પ્રોગ્રામ (જીડબલ્યુપી) સંમેલનના ઉદઘાટન પ્રસંગે આ ત્રીજા માસ્ટર પ્લાનની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૫માં શ‚ કરવામાં આવેલો ગ્લોબલ વાઈલ્ડ લાઈફ પ્રોગ્રામ કે જેની રચના ખાસ વન્યજીવોના સંવર્ધનને લઈ કરાઈ છે. જેમાં વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન વિકાસ અર્થે તેમજ વન્ય જીવોની થતી ગેરકાયદે હેરફેરને અટકાવવા વિશ્ર્વ બેંકની આગેવાનીમાં ૧૯ દેશોની ભાગીદારી છે. આ ગ્લોબલ વાઈલ્ડ લાઈફ પ્રોગ્રામ સંમેલન ચાર દિવસ માટે ચાલે છે અને તેમાં વન્યજીવ રહેણાંકના પ્રબંધન અને માનવ વન્ય જીવન સંઘર્ષ સ્થિતિઓને અંકુશમાં લાવવા અભ્યાસ કરાઈ જેમાં ભારતને પણ તક મળશે.
પર્યાવરણ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી, ૨૦૧૬માં આ પ્લાન શ‚ કરાયો હતો. જે મંત્રાલયના પૂર્વ સચિવ જે.સી.કાલની અધ્યક્ષતામાં ૧૨ સદસ્યોની સમિતિ દ્વારા તૈયાર થયો હતો.આ માટે સરકાર વન્યજીવ સંરક્ષણમાં ખાનગી ક્ષેત્રનો ફાળો વધારવા પર પણ ભાર મુકી રહી છે.