રાજકોટ જિલ્લાના ગ્રામજનો પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી શકશે: ભુપતભાઈ બોદર
રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગ્રામજનોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવશે અને આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે માટે સંબંધિત તંત્ર ને ત્વરિત કામગીરી કરવાની સુચના આપવામાં આવશે
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિ થી દેશને પ્રતિભાવંત નેતૃત્વ પૂરું પાડયું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલ ના માર્ગદર્શનમાં રાજ્યની ભાજપ સરકારે સફળ, સક્ષમ અને સાર્થક નેતૃત્વ પૂરું પાડી વિકાસની ધારાને જન સુધી પહોંચાડવા અને જન કલ્યાણના ધ્યેયને પ્રત્યેક પળે ઉજાગર કરવા કટિબદ્ધ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા,શાસકપક્ષ નેતા વિરલભાઈ પનારા,દંડક અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા,તથા સમિતિ ના ચેરમેન ઓ તથા સદસ્ય ઓ દ્વારા તા.27.6 ના સોમવારે સવારે 11 થી 12 રાજકોટ જિલ્લા પંચાયત ખાતે રાજકોટ જિલ્લા ના સરપંચ ઓ,આગેવાનો તથા ગ્રામજનો પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી શકે તે માટે લોક દરબાર યોજવામાં આવશે.
આ લોક દરબારમાં રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા ગ્રામજનોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવશે અને આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે માટે સંબંધિત તંત્ર ને ત્વરિત કામગીરી કરવાની સુચના આપવામાં આવશે એમ અંત માં ભુપતભાઈ બોદર ની યાદી માં જણાવાયું છે.