સમયની સાથે અરેન્જ્ડ મેરેજમાં ઘણા બદલાવ આવી ગયા છે. કાકી-મામી દ્વારા બતાવેલા સંબંધોથી લઈને પ્રોફેશનલ મિડિએટર સુધી, દરેક વસ્તુ હવે ડિઝિટલ થઈ ગઈ છે અને આ બધુ જ સારા માટે જ થયું છે. મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ હવે ઈન્ડિયન લગ્ન-પ્રસંગોનો એક અગત્યનો ભાગ બની ગઈ છે પરંતુ ડેટિંગ વેબસાઇટ્સની જેમ જ અહીં પણ બધુ જ તમારા ફોટોથી મળેલા ફર્સ્ટ ઈમ્પ્રેશન પર નિર્ભર કરે છે.
સામેવાળી વ્યક્તિ તમારો પહેલો ફોટો જોઈને જ અટકી જાય છે તો તેમને ક્યારેય ખબર નહીં પડે કે તમે કેટલા સારા છો અને કદાચ આ એક નાનકડી ભૂલના કારણે તમે પોતાના સોલમેટને મળવાનો મોકો ગુમાવી બેસો.નાની-નાની વાતોનું ધ્યાન રાખો અથવા પછી મોકો ગુમાવતા રહો.
આપણે તો ઓનલાઇન એક શર્ટ ખરીદતા પહેલા પણ 4થી 5 તસવીરો જોઈએ છીએ તો પછી આખી જિંદગી જેની સાથે વિતાવવાની છે, તે વ્યક્તિ એક ફોટો જોઈને કઈ રીતે પસંદ કરી લે? ડેટિંગ વેબસાઇટ્સ દ્વારા કરેલા સર્વે મુજબ જે લોકો 4 અથવા વધુ તસવીરો લગાવે છે તેમને ઓછી તસવીરો લગાવનાર કરતા વધુ પસંદ કરવામાં આવે છે. એટલે અલગ-અલગ બેકગ્રાઉન્ડમાં ક્લિક કરેલા 4થી 5 ફોટોઝ જરૂર લગાવો.
તમારા પાસપોર્ટ સાઇઝ ફોટોની કોઈ જરૂર નથી અને આ જોવામાં પણ જરાય ઈમ્પ્રેસિવ નથી લાગતા. સાથે જ સીધુ જોતા કેમેરાની તરફ જોતી તસવીરો પણ એટલી સારી નથી લાગતી. એટલે પોતાના ચહેરાને સહેજ ફેરવીને, માથું થોડુ નમાવતા કેમેરાની તરફ જોઈને ફોટો ક્લિક કરાવો.
કોઈ પણ યુવક અથવા યુવતી મેટ્રિમોનિયલ સાઇટ પર ‘કોણ બનશે મારો પતિ અથવા પત્ની’ જેવી ગેઇમ રમવા નહીં ઈચ્છે અને તમે એ પણ નહીં ઈચ્છો કે તમારી જગ્યાએ તમારો કોઈ મિત્ર તેને પસંદ આવી જાય.
ડેટિંગ વેબસાઇટ્સ પર બંને યુવક અને યુવતીઓને થોડી એડિટ કરેલી તસવીરો નેચરલ ફોટોઝ કરતા વધુ પસંદ આવી છે. પરંતુ ઈન્ડિયામાં લગ્ન પશ્ચિમી દેશોમાં ડેટિંગ કરતા વધુ મોટો અને અગત્યનો નિર્ણય હોય છે, છે ને? એટલે પોતાની વાસ્તવિકતા જાળવી રાખો અને આ રીતે તમને પણ એક સાચો જીવનસાથી જ મળશે.