• ગોંડલ રોડ પરની ઓફિસના તાળા તોડી ચોરો ત્રણ લાખ રોકડ ઉઠાવી ગયા
  • કોઠારીયા સોલવન્ટમાં સબમર્સીબલના કારખાનામાંથી ગઠીયાએ એક લાખના કોપર ના સળિયા તફડાવ્યા 
શહેરમાં તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ દીન પ્રતિદિન ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે ગઈકાલે વધુ બે સ્થળોએ ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં ગોંડલ રોડ પર આવેલી એક ઓફિસના તાળા તોડી અજાણા ચોરો તેમાં રહેલા ત્રણ લાખ રોકડ રૂપિયા ઉઠાવી ગયા હતા જ્યારે બીજા બનાવવામાં કોઠારીયા સોલવન્ટ માં આવેલ સબમર્સીબલના કારખાનામાંથી ગઠિયો રૂપિયા એક લાખના કોપરના સળિયા ચોરી જતા ગુનો નોંધાયો છે.
બના અંગેની મળતી માહિતી અનુસાર શહેરમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દિન પ્રતિ દિન ચોરીના બનાવો વધવા પામ્યા છે ત્યારે માલવયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોંડલ રોડ પરના મિરેકલ એન્ટરપ્રાઇઝ નામે ઓફિસમાં કામ કરતા નિખિલભાઇ ચંદુભાઈ વ્યાસ નામના યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મીરેકલ એન્ટરપ્રાઇઝમાં મેનેજર તરીકેની નોકરી કરું છે.ગઈકાલે ઓફિસ બંધ કર્યા બાદ કોઇ અજાણ્યો ઇસમ ઓફીસનો અગાસીનો લોખંડનો દરવાજે તોડી ઓફિસમાં અંદર પ્રવેશ કરી તીજોરી તોડી રોકડ રૂા.૧,૮૫,૦૦૦ તથા ટેબલના ડ્રોવરનો લોક તોડીરોક રૂા.૧૫,૦૦૦ તથા ડીવીઆર તેની હાર્ડડીસ્ક સહીત જેની કિ.રૂા.૨,૦૦૦ અને સત્યમ કોમ્પ્લેકક્ષની પાછળ આવેલ ગોડાઉનના ટેબલના ડ્રોવરનો લોક તોડી રોકડ રૂા.૮૫,૦૦૦ તથા બાજુનું મેડકરનગર હરીદર્શન સેલ્સ એજન્સીના પતરા તોડી ઓફીસ માંથી રોકડ રૂપીયા ૧૫,૦૦૦ની એમ કૂલ રોકડ રૂા.૩,૦૨,૦૦૦ ની કોઇ કોઈ અજાણ્યો તસ્કર કરી જતા તેના વિરોધ માલવિયા નગરના પીઆઇ એબી જાડેજાએ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં નાના મોવા મેઇન રોડ પર આવેલ અંબિકા ટાઉનશીપમાં રહેતા ધર્મેન્દ્રભાઈ વલ્લભભાઈ કાસુન્દ્રાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઠારીયા સોલવન્ટ માં આવેલ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં તેમને ફ્લોવિંગ સબમર્સીબલ પંપ નું કારખાનું છે જેમાં તે પોતાનું કારખાનું બંધ કરી ઘરે જતા રહ્યા હતા ત્યારે કારખાનાના શટરનો હુક કોઈ અજાણ્યો ચોર તોડી તેના કારખાનામાં રહેલ ૧૨૫ કિલોના કોપરના સળિયા જેની કિંમત રૂ.૧.૧૦ લાખ ની ચોરી કરી જતા તેમને ફરિયાદ નોંધાવી છે. જે મામલે આજીડે મ પોલીસના એએસઆઇ વાય.ડી ભગતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.