લાંચ અને ભ્રષ્ટાચારના કેસમા આઈ.એ.એસ. કે. રાજેશની સી.બી.આઈએ ધરપકડ કરી ‘તી
લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા આઈએસએસ અધિકારી કે.રાજેશને સીબીઆઈ કોર્ટેના જજ સી.જી.મહેતાએ શરતી જમીન ઉપર મુક્ત ક્યાં છે.સુરેન્દ્રનગરના કલેકટર રહી ચુકેલા કે.રાજેશની 13 જુલાઈ 2022ના રોજ સીબીઆઈએ ધરપકડ કરી હતી.ભ્રષ્ટાચાર કેસમાં લાંબી તપાસ બાદ અંતે કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી.
પાંચ માસ બાદ સીબીઆઈ કોર્ટે કે.રાજેશને શરતી જમીન આપ્યા છે જેમાં તેમને પાસપોર્ટ જમા કરાવવાની અને 2 લાખના બોન્ડ ઉપર જમીન આપ્યા છે. મહત્વનું છે કે કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો આઇએસએસ અધિકારી કે.રાજેશ પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી.
જ્યારે અન્ય 2 જીએએસ કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. કે.રાજેશ 2011 બેચના આઇએએસ અધિકારી છે. ધરપકડ પહેલા સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.આ મામલે ઇડીએ પણ તપાસ કરી હતી.
13 જુલાઈ 2022ના રોજ તેમની સીબીઆઈ કોર્ટે ધરપકડ કરી હતી.પાંચ માસ બાદ તેમને શરતી જમીન આપવામાં આવ્યા છે.જેમાં 2 લાખના બોન્ડ તેમજ તેમનો પાસપોર્ટ જમા કરાવવા સીબીઆઈ કોર્ટના જજ સી.જી.મહેતાએ હુકમ કર્યો છે.