વડોદરા-જામનગર સહિત આઠ ચેકીંગ ટીમો દ્વારા વિજ ચેકીંગ હાથ ધરાયું
જામનગર જિલ્લાના લાલપુર પંથકના ખટિયા-બેરાજા ગામ નજીક આવેલા બે ભરડીયામાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં વડોદરા સહિતની વીજ ટુકડીએ સામાહૂક રીતે ચેકિંગ હાથ ધર્યું હતું, અને બંને સ્થળેથી 1 કરોડ 42 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.
જામનગર જિલ્લાના લાલપુર પંથકના ખટિયા બેરાજામાં જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના વ્યક્તિ દ્વારા પોતાના ભરડિયામાં ગેરકાયદે વીજ જોડાણ મેળવી લઈ મોટાપાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં વડોદરા- જામનગર સહિતની જુદી જુદી ટુકડીએ ઓચિંતો દરોડો પાડયો હતો, અને ઉપરોક્ત સ્થળેથી 32,36,224 ની વિજ ચોરી પકડી પાડી છે, જ્યારે વીજ પોલીસ મથકમાં તેની સામે એનસી કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તે જ વિસ્તારમાં આવેલા મહિપતસિંહ જાડેજાના દેવીકૃપા સ્ટોન ક્રશર નામના ભરડીયામાં પણ વિજ ચેકિંગ દરમિયાન મોટાપાયે વિજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સ્થળે વીજ મીટર લેવાયું હતું, તેમ છતાં બહારથી લંગરીયું વિજ જોડાણ મેળવીને વિજ ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવતાં 1,10, 34,712ની વીજ ચોરીનું બિલ ફટકારવામાં આવ્યું છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-વડોદરા ના વિજીલન્સ વિભાગ દ્વારા જામનગર વર્તુળ કચેરી હેઠળના સિક્કા પેટાવિભાગીય કચેરી
હેઠળના ખટીયા બેરાજા વિસ્તારમાં કુલ-8 જેટલી વીજ-ચેકિંગ ટીમો તેમજ જીયુવીએનએલ પોલીસ ની ટીમો ના રક્ષણ સાથે વીજ-ચેકિંગ ની કામગીરી કરવામાં આવેલ. સદર વીજ-ચેકિંગ દરમ્યાન બે સ્ટોન ક્રશર ના વીજ જોડાણ માં ગેરરીતી માલૂમ પડેલ હતી. જે પૈકીના જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, ના જોડાણ માં વીજ-મીટર વિના બિન-અધિકૃત રીતે લંગર થી 35.95 કી.વો. વિજભાર માં વીજ વપરાશ માલૂમ પડેલ, જ્યારે અન્ય બીજા
મે. દેવી કૃપા સ્ટોન ક્રશર નામ ના વીજ-જોડાણ માં વીજ-ટ્રાન્સફોર્મર પરથી ડાયરેક્ટ વાયરથી લંગર નાંંખી મીટર બાયપાસ કરી, કુલ-168 કિ.વો. વિજભાર જોડી વીજ વપરાશ માલૂમ પડેલ. આમ, સદર ગેરરીતી સબબ બંને જોડાણો ના પાવર સપ્લાય કાપી આગળ ની કાયદેસરની કાર્યવાહી વીજ અધિનિયમ-2003ની કલમ 135 મુજબ હાથ ધરવામાં આવેલ છે. સદર બંને જોડાણોના પૂરવણી બિલ ની અંદાજીત રકમ રૂપિયા 1.42 કરોડ જેટલી છે.