Abtak Media Google News

આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના એક જવાન શહીદ: એક ઇજાગ્રસ્ત

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં એક ગામની મસ્જિદમાં કેટલાક કલાકો સુધી ચાલેલા ઓપરેશનમાં મંગળવારે સવારે ૧ વાગ્યાની આસપાસ ઠાર કરાયેલા બે આતંકવાદીઓમાં એક કાશ્મીરી પંડિતનો હત્યારો પણ સામેલ હતો. જેમાં ૫૫-રાષ્ટ્રીય રાઇફલ્સનો એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઇજાગ્રસ્ત છે.

સૈન્યના નિવેદન અનુસાર સિપાહી પવન કુમાર એક આતંકવાદી સાથે “હાથથી હાથની લડાઈ” બાદ અનેક ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારમાં તેમની માતા ભજુન દાસી છે. તેમના અંતિમ સંસ્કાર હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં તેમના વતન પિથિત ગામમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવશે.

એડિશનલ ડીજીપી વિજય કુમારે કહ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં પુલવામાનો આકિબ મુશ્તાક હતો જે ગત રવિવારે બેંક ગાર્ડ શર્માની હત્યા માટે જવાબદાર હતો અને તેનો સહયોગી દક્ષિણ કાશ્મીરના ત્રાલનો એજાઝ અહમદ ભટ હતો. જમ્મુ કાશ્મીર પોલીસે એક ટ્વિટમાં દાવો કર્યો છે કે, સ્વર્ગસ્થ સંજય શર્માના હત્યારાને ઠાર કરી દેવામાં આવ્યો છે.

નાઈક ​​હેમરાજ એ જ જિલ્લામાં અચાનથી ૨૦ કિમી ઉત્તરે અવંતીપોરાના પદગામપોરા ગામમાં ગોળીબારમાં ઘાયલ થયા હતા. જ્યાં શર્મા જ્યારે કરિયાણાની ખરીદી કરી રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા.  તેમને તાત્કાલિક સારવાર માટે શ્રીનગરની ૯૨ બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આતંકવાદીઓ ત્યાં છુપાયેલા હોવાની માહિતીને પગલે સોમવારે મોડી રાત્રે સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે મસ્જિદને ઘેરી લીધા પછી ગોળીબાર થયો હતો.

સુરક્ષા દળોએ અત્યંત સાવચેતી રાખી હતી અને મસ્જિદને કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે મર્યાદિત ફાયરપાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અધિકારીએ કહ્યું કે, અન્ય આતંકવાદી બાજુની બિલ્ડિંગમાં ભાગી ગયો હતો અને બાથરૂમમાં છુપાઈ ગયો હતો.  તેને ઠાર મારવામાં આવે તે પૂર્વે ચૌદ નાગરિકોને તે સ્થળથી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા હતા.

બે આતંકવાદીઓ પાસેથી બે એકે સીરીઝની રાઈફલ, એક પિસ્તોલ, બે ગ્રેનેડ, સાત મેગેઝીન અને બે આધાર કાર્ડ મળી આવ્યા હતા.

આકિબ ૨૦૨૧ થી હિઝબુલ મુજાહિદ્દીન સાથે હોવાનું માનવામાં આવતું હતું તે પહેલાં તે પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાની એક શાખા, ધ રેઝિસ્ટન્સ ફોર્સમાં શિફ્ટ થયો હતો. એજાઝ ગયા વર્ષે જૈશ-એ-મોહમ્મદનો સક્રિય સભ્ય બન્યો હતો અને હિઝબુલ અને એલઈટી માટે પણ કામ કરતો હતો તેવો પોલીસે દાવો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.