સુરત સમાચાર
સુરત શહેરમાં વ્યાજ ખોરો સામે તવાઈ બોલાવવા માટે સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા હતા ..શહેરમાં અનેક વખત વ્યાજખોરો સામે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જેમાં મોટા પાયે મોટું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે તવાઈ બોલાવવામાં આવી હતી ..દરરોજના અનેકો વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો અને વ્યાજના વિષ ચક્ર માં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જો કે તેના થોડા સમય બાદ જ ફરીથી વ્યાજખોરોએ માથું ઉચક્યું હતું. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ભટ્ટ પરિવારનો એકનો એક દીકરો વ્યાજના વીષ ચક્ર માં ફસાઈ ગયો હતો. કોરોના સમયે આર્થિક સ્થિતિ નબળી થવાથી સૌપ્રથમ વખત વ્યાજે રૂપિયા લેવાની નોબત આવી હતી. ત્યારબાદ પ્રથમ વ્યાજ ખોરે દબાણ કરતા તેમને ચૂકવવા માટે બીજા પાસેથી ઊંચા ટકે રૂપિયા વ્યાજે લેવા પડ્યા હતા..જોત જોતામાં સાત જેટલા વ્યાજ ખોરો પાસેથી ઊંચા ટકે રૂપિયા વ્યાજે લેતો થઈ ગયો એકને ભર્યા બાદ બીજાને રૂપિયા ભરતો તે રીતે જોત જોતા માં લાખો રૂપિયા વ્યાજે લઈ લીધા હતા.
જો કે જેટલા પાસેથી યુવાને રૂપિયા વ્યાજે લીધા હતા તે તમામ લોકોને મૂળ કિંમત કરતાં પણ વધુ રૂપિયા નું વ્યાજ યુવક ભરી ચૂક્યો હતો તેમ છતાં પણ યુવક કપડાની દુકાન ચલાવતો હતો ત્યાં આવી ધાક ધમકીઓ આપી રૂપિયાની માંગ કરતા હતા .
સમગ્ર મામલે યુવકે તેમજ તેમના પરિવારે આપઘાત ની તૈયારી પણ કરી લીધી હતી. સ્થાનિક પોલીસ અમરોલી માં અરજી આપવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું ન હતું . જેથી પરિવાર એ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી જેથી પોલીસ કમિશનરે તાત્કાલિક આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. જેથી અમરોલી પોલીસે પાંચ જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી હતી
પોલીસે પાંચેય આરોપી ને ઝડપી પાડતા પરિવારે પોલીસ તેમજ મીડિયા નો આભાર માન્યો હતો.. મહત્વનું છે કે આ વ્યાજખોરો સતત ને સતત પઠાણી ઉઘરાણી કરતા હતા અને માનસિક ટોર્ચર કરતા હતા જેથી પરિવાર પણ માનસિક તણાવ માં આવી ગયો હતો હાલ અમરોલી પોલીસે વ્યાજખોર વૃષભ ઠક્કર ,વિપુલ ઠક્કર ,રિતેશ ભોંસલે ,પુનિત ગોહિલ અને અમિત રાડકે એમ પાંચ આરોપી ની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે મહાવીર અને ભરત વાળા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.