ચોટીલાના પીપળીયા ઘા ગામે ફરી એકવાર દિપડો દેખાયો હતો. ખેડૂતો ભેગા થઇ જતાં દિપડો નાસી ગયો, પરંતુ લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પીપળીયા ગામનાં ખેડૂતના પશુઓનું મારણ કર્યા બાદ ફરીથી તેજ જગ્યા પર રાત્રે ખેડૂતોને દિપડો જોવાં મળ્યો આજુબાજુના ખેડૂતો ભેગાં થતાં દિપડો ભાગી ગયો.
આગલી રાત્રે દિપડાએ પશુઓનું મારણ કર્યુ હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને થઇ હતી અને ઘટનાસ્થળે પહોંચી વળતર બાબતે કાર્યવાહી તો કરી પરતું દિપડો પકડવા માટેની કાર્યવાહી ન કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પીપળીયાની વાડી વિસ્તારમાં ખેડૂતોને દિપડાએ દેખા દેતાં ખેતરો પર રહેતા ખેડૂતો અને બાળકો, મહીલા ઓમાં ભયનો માહોલ.
હાલ ખેતી કામની પણ સિઝન શરુ થઇ ચુકી હોવાથી ખેડૂતોને ખેતીની લાઇટો રાત્રે આપવામાં આવતી હોવાથી વન્ય પ્રાણીઓ કારણે ખેતરમાં વાવેતર કરેલાં મોલાતને પાણી પાવા માટે જતાં પણ ડરી રહ્યાં છે. અને PGVCL દ્વારા ખેતીની લાઇટો દિવસે આપવામાં આવે અને જંગલ ખાતા દ્વારા દિપડો પકડવા માટે પાંજરૂ મૂકીને વહેલી તકે પકડીને સ્થળાંતર કરવામાં આવે તેવી પીપળીયાના ખેડૂતો માંગ કરી રહ્યા છે.