રખડતા ઢોરના આતંકથી આપણે સૌ વાકેફ છીએ જેના લીધે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ભાવનગરમાં આજે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. રખડતા ઢોરે અડફેટે લેતા આધેડનું મોત નોપજ્યું છે.
મળતી માહિતી મુજબ આ ઘટના ભાવનગરના વડવા ખડીયા કુવા પાસેની છે. ઢોરે અડફેટે લેતાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના વ્યકિતનું મોત થયું છે. આ ઘટનાને પગલે મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રખડતા ઢોર મામલે ડીજીપી એક્શન મોડમાં
રખડતા ઢોરના મામલે ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ અને જવાબદાર વિરૂદ્વ કાર્યવાહી કરવાના સુચન બાદ ડીજીપી એક્શન મોડમાં આવ્યા છે. શનિવારે વિવિધ જિલ્લાઓના એસ પી અને પોલીસ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા પોલીસની કામગીરી અંગે સમીક્ષા કરી હતી સાથેસાથે રખડતા ઢોર મામલે જવાબદાર તત્વો વિરૂદ્વ પાસા અને તડીપાર સુધીની કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.