Abtak Media Google News

તાલુકા મથક ભચાઉમા રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે. થોડા દિવસો પહેલા હિમતપુરા વિસ્તારમાં માલિકીની ગાય ખુલ્લી મુકતા બાઇક ચાલકો ઉપર હુમલો કરતી હોવાની ઘટના બની હતી, ત્યાં હવે રામવાડી વિસ્તારમાં એક ગાયે નગરના વેપારી યુવક પર અચાનક હુમલો કરી ઘાયલ કરી દેવાયાની ઘટના સામે આવી છે. ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં પ્રથમ વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખસેડવાની સ્થિતિ નિર્માણ પામી હતી. સદભાગ્યે સારવાર બાદ યુવકની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત નગરમાં રખડતા ઢોરના ત્રાસ સામે તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી માગ ઉઠી છે.Screenshot 6 1

ભચાઉના જુના એસટી રોડ પર ઇલેક્ટ્રોનિકસની દુકાન ધરવતા કિશન નટુભાઈ ઠક્કર નામના વેપારી યુવક રામવાડી ખાતે પોતાના ગોડાઉનના સટરમાં લોક લગાવી પરત નીકળતા હતા તે દરમિયાન મોબાઈલ ફોન ઉપર કોલ આવતા વાત કરવા રોકાયા હતા. આ દરમિયાન રાત્રીના સાડા નવેક વાગ્યા ના અરસામાં અચાનક એક ગાય પાછળથી ચડી આવી હતી અને યુવકને સિંગડે ભરાવી હવામાં ફંગોળી મુક્યો હતો. એટલુંજ નહિ યુબક કઈ સમજે તે પહેલાં ફરી હુમલો કરી મુક્યો હતો. ઘટનના પગલે આસપાસના દુકાનદારો અને ઉપસ્થિત લોકો દોડી આવતા ગાય શાંત થઈ ચાલતી થઈ હતી. ગાયના હુમલામાં યુવકને ભારે ઇજાઓ પહોંચી હતી.

Screenshot 7 1

ઇજાગ્રસ્ત યુવકના મોટા ભાઈ મયૂર નટુભાઈ ઠકકર સાથે વાત કરતા તેમણે કહ્યું કે રાત્રિનો સમય હતો ભાઈ ગોડાઉનથી ઘર આવવા નીકળતો હતો, ત્યાંજ એક રખડતી ગાયે ભાઈ ઉપર હુમલો કરી મુકતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં તુરંત બનાવ સ્થળે પહોંચી પ્રથમ વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તાકીદની સારવાર બાદ ભાઈની હાલત સ્વસ્થ બની છે. અલબત્ત રખડતાં ઢોર મામલે તંત્ર યોગ્ય કામગીરી કરે એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

રિપોર્ટ ગની કુંભાર ભચાઉ

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.