‘અબતક’ની મુલાકાતમાં ચેતનાદીદી – મોનિકાદીદીએ આપી
દશાબ્દી મહોત્સવના આયોજનની રૂપ રેખા

સંસારની કોઇપણ વ્યકિત જીવનના દશ અવગુણ, તજી દશ સદગુણના ગ્રહણનો સંકલ્પ કરે એટલે મોક્ષનો માર્ગ મોકળો બની જાય. ‘અબતક’ ની મુલાકાતે આવેલા મેહુલનગર બ્રહ્માકુમારી કેન્દ્રના બ્રહ્મકુમારી કુ. ચેતનાદીદી, મોનીકા દીદી, મનસુખભાઇ સભાયા અને અતુલભાઇએ મેહુલનગર સેવા કેન્દ્ર ના દશાબ્દી મહોત્સવની વિગતો સાથે જીવનમાં સદગુણોના આચરણનું મહાત્મય સમજાવ્યું હતું.

તા. ર8મી ડીસેમ્બરે મેહુલનગર સેવા કેન્દ્રના દશાબ્દી મહોત્સવમાં 10નો સંયોગ રચવા વિવિધ 10 રીતોથી સ્વાગત, 10 ગુણ ધારણ કરવાનો સંકલ્પ, 10 કુમારી કા દ્વારા સ્વાગત, 10 દંપતિની ઉ5સ્થિતિ, 10 શણગાર, 10 મહિલાનોની હાજરી, દશ દિવ્યાગોને ઉપહાર અને દશ કલાકારો દ્વારા નાટક ઉજવાશે.

તા.ર8ને બુધવારે સવારના 8.30 થી બપોરના 12.30 કલાક સુધી રણછોડદાસબાપુ કોર્પોરેશન હોલ, આનંદનગર કવાર્ટર પાસ જલજીત હોલની સામે, દશાબ્દી મહોત્સવ ઉજવાશે. જેમાં સવારે 8 કલાકે સ્વાગત ગીત, 8.30 કલાકે (શોભાયાત્રા), 9.30 કલાકે માંગલીક સ્વાગત, 10.30 કલાકે મહોત્સવનું દીપ પ્રાગટય, બ્ર. ભારતીદીદીનું બ્ર. કુ. ચેતનાદીદી, મોનિકાદીદીના હસ્તે સન્માન 11.30 કલાકે કેક સેરીમની 12.30 કલાકે પ્રભુ મિલન, પ્રભુને પ્રસાદ અર્પણ કરવામાં આવશે. મહોત્સવમાં બ્રહ્માકુમારીઝના પરિવારજનો ઉ5સ્થિત રહેશે.

મહોત્સવને સફળ બનાવવા બ્રહ્માકુમારી ચેતનાદીદી, મોનીકાદીદી અને મેહુલનગરના સમગ્ર ઇશ્ર્વરીયા સેવાભાવી પરિજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.