જૂનાગઢના ઉપલા દાતાર સહિતની જગ્યા તથા વન વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ મંદિરો ખૂલી જવા પામ્યા છે. ગત તા. ૮ થી ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મોટાભાગના ધામિઁક સ્થાનો ખુલ્લા મુકાયા હતા, પરંતુ અભયારણ્ય અને વન વિસ્તારમાં આવતા ધર્મ સ્થાનો અંગેનો વિશેષ પરિપત્ર ન થવાથી વન વિભાગ દ્વારા ઉપલા દાતાર વન વિસ્તારમાં આવતા મંદિરો જગ્યા પર ભાવિકોને દર્શને જવાની પરવાનગી આપી ન હતી. જેને ધ્યાને લઈને જુનાગઢ ભાજપના ઉપાધ્યક્ષ અને ઉપલા દાતારની જગ્યાના ટ્રસ્ટી યોગેન્દ્રસિંહ પઢિયારે જુનાગઢ ભાજપના અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણીને ધ્યાને વાત મુકી હતી, અને આ બાબતે તુર્તજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ટેલીફોનીક રજુઆત કરી હતી. દરમિયાન જૂનાગઢના ભાજપના અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને લઈને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્યામલ ટીકાદાર દ્વારા એક પરિપત્ર કરીને વન તથા અભયારણ્ય વિસ્તારમાં આવતી દરેક ધામિઁક જગ્યાઓ ભાવિકોના દશઁન માટે ખોલી આપવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.