ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવ
શ્રાવણ માસને શિવભક્તિ માટે પરમ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.ગુજરાતભરના તમામ જાણીતાં મહાદેવ મંદિરો પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે.રાજકોટના ગ્રામ દેવતા તરીકે ઓળખાતા અને આજી નદીના પટમાં બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવની વિશિષ્ટ મહિમા છે.પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજકોટના ગ્રામ દેવતા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભાવિ ભક્તોની ભીડ ઉમિટી હતી.શિવાલયમાં હર હર મહાદેવના જયઘોષ ગુંજયાં હતા.
રામનાથ મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે. લાખો લોકોની શ્રદ્ધા રામનાથ મહાદેવ સાથે જોડાયેલી છે. શ્રાવણ મહિનાના પર્વને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે.રામનાથ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે મહાદેવજીની પાલખી યાત્રા નિકાળવમાં આવે છે.પાલખી યાત્રામાં હજારો લોકો જોડાય છે.શ્રાવણ માસમાં રોજે ભક્તો દ્વારા પૂજા,દીપમાળા,આરતી અને હોમાત્મકના નિત્યક્રમ કાર્યો કરવામાં આવે છે.છેલ્લા સાડા ત્રણસો વર્ષથી ગોસ્વામી પરિવારના સભ્યો પૂજારી તરીકે રામનાથ મહાદેવની પૂજા કરી રહ્યા છે.
રામનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તો,શિવના ઉપાસકો વહેલી સવારથી દાદાના પૂજા પાઠ શરૂ કરે છે.ભક્તો દ્વારા દાદાને દુગ્ધાભિષેક,જલા અભિષેક,બિલ્વપત્ર ચડાવવામાં આવે છે.પૂજા, રુદ્રી,દીપમાળા,હોમાત્મક કાર્યો કરવામાં આવે છે.ભક્તોની મનોકામના રામનાથ મહાદેવ સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે.સ્વયંભૂ રામનાથ મહાદેવ પર ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે.