આર્ય સંસ્કૃતિમાં ચાર પુરૂષાર્થો મહત્વના ગણાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થોમાં ધર્મ પ્રથમ છે અને મુખ્ય છે. ધર્મથી જ અર્થ પ્રાપ્તિ થાય છે અથવા ધર્મ હોય તો જ ધન ટકે છે. ધર્મથી ધન શોભે છે પણ ખરું. કામ પણ ધર્મ આધારીત હોય તો જ કલ્યાણકારક છે ધર્મ વિનાનો કામ વિનાશક છે. શ્રી કૃષ્ણ ભગવાને ધર્મયુકત કામને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે. ધર્મને આગળ રાખીને અર્થ અને કામ સેવવામાં આવે તો મોક્ષ જરૂર મળે છે.
કોઈપણ યુગમાં મંદિર અનિવાર્ય છે. પથ્થરયુગનો માનવ હોય કે આજના આધુનિક યુગનો માનવ, કે પછી દેશી હોય કે વિદેશી મંદિરની અનિવાર્યતાને પડકારી શકાય તેમ નથી. બદલાય છે. તો નામ કોઈ મંદિર કહે છે તો કોઈ મસ્જીદ તો કોઈ કહે છે ચર્ચ કોઈ કહે છે ગુરૂદ્વારા મંદિરનો મહિમા ગાતા ભારતીય શાસ્ત્રો મંદિરને સમાજની ધરી કહે છે. સમગ્ર સમાજ તેની આસપાસ ઘૂમે છે. મંદિર માનવ ઉત્કર્ષનું એક વિશિષ્ટ કેન્દ્ર છે. કલાકૌશલ્ય અને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરનું આગવું પ્રદાન છે. મંદિરનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું. શ્રદ્ધા એટલે પરમાત્મામાં સાચો પ્રેમ. શ્રદ્ધા જીવનનું સૌથી મોટું બળ છે. કોઈ પણ યુગના માનવનું અદશ્ય જીવનબળ રહ્યું છે. વ્યક્તિગત સમસ્યાઓ કે સંઘર્ષો હોય કે સામાજીક આપત્તિઓ હોય શ્રદ્ધામાં નિરાકરણની પ્રચંડ તાકાત છે. શ્રદ્ધા માણસ માણસ વચ્ચે સેતુ બાંધવાનું – શીખવે છે. મનની સ્થિરતા અને શાંતિની ગંગોત્રી બની રહે છે.
સમાજ રચના સંતુલિત બને તે માટે ઘણા બધા અંગોની જરૂર રહે છે. સંતુલિત રચનામાં સમાજમાં જેટલી શાળાની કે હોસ્પિટલની જરૂર છે તેટલી જરૂર શ્રદ્ધાના પ્રસારણ કેન્દ્ર સમા મંદિરની પણ જરૂર છે. શાળા શિક્ષણ આપી શકે છે. પરંતુ સંસ્કાર સિંચન માટે મંદિરની જરૂર પડશે. હોસ્પિટલ ભાંગેલું હાડકું સાંધવામાં મદદરૂપ બની શકે છે. પરંતુ ભાંગેલા હૃદયને બેઠું કરવા તો મંદિરની જ જરૂર પડશે. મંદિરના આવા અદ્વિતીય કાર્યની પ્રતિતી આપતા અસંખ્ય પુરાવાઓ સંસ્કૃતિનો ખજાનો બનીને ઝળહળે છે.
મંદિર સ્વયં એક મહાશાળા છે જ્યાં અધ્યાત્મના અને પ્રેમના પાઠ શીખવાય છે માટે જ સહુથી વધારે પુન્ય મંદિર બધાવવામાં મળે છે. આજે ફતેપુર ભોજલધામ દ્વારા સગુરુ દેવ પૂ. ભોજલરામ બાપાનું ભવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણ દાતાઓના આગ્રહને માન આપી બાંધકામની શુભ શરૂઆત કરવાનું આયોજન કરેલ છે. પરંતુ આ કાર્ય કોઈ એક-બે દાતાઓના દાન થી નહી પરંતુ સમગ્ર ધર્મપ્રેમી સમાજના સહકારથી બનાવવું છે. તો તેમાં આપ સૌનો સહકાર, આપ સૌનો રાજીપો ભેગા મળીને મંદિર બને તેવી અમારી લાગણી છે. આપણે સૌ સાથે મળીને આ ભગવાન ના ભગીરથ ધર્મકાર્ય માં આપનું યોગદાન આપય. – આર્ય સંસ્કૃતિમાં ચાર પુરૂષાર્થો મહત્વના ગણાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થોમાં ધર્મ પ્રથમ છે અને મુખ્ય છે. ધર્મથી જ અર્થ પ્રાપ્તિ થાય છે અથવા ધર્મ હોય તો જ ધન ટકે છે. ધર્મથી ધન શોભે છે પણ ખરુ. કામ પણ ધર્મ આધારિત હોય તો જ કલ્યાણકારક છે ધર્મ વિનાનો કામ વિનાશક છે. શ્રી કૃષ્ણ ભગવાને ધર્મયુક્ત કામને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે. ધર્મને આગળ રાખીને અર્થ અને કામ સેવવામાં આવે તો મોક્ષ જરૂર મળે છે. પૂ. ભોજલરામ બાપાએ તેમના ચાબખામાં કહે છે કે, ધનની શોભા તો ધર્મ છે, ધર્મે ધન પાવે, થાપણ તો ઠેકાણે મુકિએ, જે દેવાળે ન જાવે.