વિશ્વયોગ દિવસે પ્રવાસન તરીકે વિકસાવવાની રાજય સરકારની નેમ
રાજય સરકાર દ્વારા જુદા જુદા દુલર્ભ મંદિરોને પ્રવસાન આઇકોન પ્લેસ તરીકે વિકસે તે અંતર્ગત ધોરાજી પ્રાંત અધિકારી સ્થાનીક મામલતદાર સહિત અધિકારીઓ ડુંગરેશ્વર મંદિરની વિઝીટ કરી હતી.
ઢાંક ગામે પુરાણુ અને દુલર્ભ ડુગરેશ્વર મહાદેવ મંદિરને પ્રવાસન આઇકોન તરીકે વિકસાવવાના માટે આગામી તા.ર1મીને મંગળવારે મર્યાદિત માણસોની હાજરીમાં આંતર રાષ્ટ્રીય વિશ્ર્વ યોગ દિવસ નીમીતે ડુગરેશ્વર મહાદેવના સાનિઘ્યમાં મર્યાદિતમાં યોગ શિબિર યોજી વિશ્વ ફલક પર મુકવાની રાજય સરકારની નેમ છે તે અંતર્ગત ધોરાજી પ્રાંત અધિકારી લીખીયા સ્થાનીક મામલતદાર ગોવિંદજી મહાવદિયા તેમજ જેતપુર નાયબ કાર્યપાલક ઇજનેર સહિતનાઓએ સ્થળ ઉપર વીઝીટ કરી સ્થળનું નિરીક્ષણ કરેલ હતું.
બૌઘ્ધ ગુફાને પ્રવાસન આઇકોન તરીકે વિકસાવાશે
પુરાણત્સવ અને પ્રાચિન મંદિરો અને ગુફાઓને રાજય સરકાર દ્વારા પ્રવાસન તરીકે વિકસાવવાની યોજના અંતગત ઉપલેટાથી ર0 કી.મી. દુર આવેલ બૌઘ્ધ ગુફાની મુલાકાતે અધિકારી પહોંચી સ્થળનું જાત નીરીક્ષણ કરેલ હતું. ધોરાજી પ્રાંત અધિકારી લીખીયા સ્થાનીક મામલતદાર ગોવિંદજી મહાવદિયા કાર્યપાલક ઇજનેર સહીત વિવિધ વિભાગના અધિકારીઓએ તાલુકા ઢાંક ગામથી પાંચ કી.મી. દુર જીંજુડા નેસ દુર્ગમ વિસ્તારમાં આવેલ બૌઘ્ધ ગુફાઓની વિઝીટ કરી સ્થાનીક સ્થળનું નીરીક્ષણ કરેલ હતું.