- Rajkot
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે 9 બ્રાહ્મણ દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કર્યા હતા. બ્રાહ્મણો દ્વારા ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા. ગેમ ઝોન ખાતે દૂધ, તલ, પાણી અને તુલસી સમર્પિત કરી બ્રાહ્મણો દ્વારા પાઠ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માઓને શાંતિ મળે એ હેતુથી પાઠ કરવામાં આવ્યા હતા.
વીવીપી એન્જિનિયરીંગ કોલેજની મૃતાત્માને શ્રદ્ધાંજલિ
રાજકોટ, ગુજરાત અને ભારતનો દરેક નાગરિક વીવીપી નો પરિવાર છે તારીખ ર5/5 ના રોજ રાજકોટના ટી.આર.પી ગેમ ઝોનમાં ભયાનક રીતે આગ લાગી ફસાયેલા પરિવારજનોને બચાવવાનો પણ સમય ન મળ્યો ઓળખી ન શકાય એ રીતે મૃતદેહો મળ્યા. આ ઘટનાથી વીવીપીના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીયાર અને ડો. નરેન્દ્રભાઈ દવે એ ખૂબ વ્યથિત થઈ અત્યંત ઉંડા દુ:ખ અને ઘેરા શોક સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે અને વીવીપી સંચાલિત એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય ડો. તેજસ પાટલીયા ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના આચાર્ય દેવાંગભાઈ પારેખ અને કીચ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનના આચાર્ય હિતેશભાઈ ચાંગેલા તમામ વિભાગીય વડાઓ પ્રાધ્યાપકગણ અને કર્મચારીગણે પરમ કૃપાળુ પરમાત્માને મૃતકોના આત્માને શાંતિ આપવા તથા તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપવા પ્રાર્થના કરી છે. સાથે જ વીવીપી પરિવારે ભવિષ્યમાં સ્થળ, જળ, આભમાં આવી કોઈ દુર્ઘટના ન બને એ માટે ઈશ્વરને ભક્તિભાવથી પ્રાર્થના કરી છે.
દિવંગતોને શ્રધ્ધાજંલી અર્પણ કરતા ધારાસભ્ય ઉદય કાનગડ
નાના મવા રોડ, મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારે બનેલી આગની ગોઝારી ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગતોને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરતા વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે આ એક દુ:ખદ કરૂણાતિંકા છે, કલરવ અચાનક જ કોલાહલ અને કકળાટ બની ગયો ત્યારે પરિવારના બાળકો અને સભ્યોની અણધારી વિદાયએ સહી ન શકાય તેવી વેદના છે. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર ગુજરાત શોક અને આઘાતની લાગણી અનુભવી રહ્યું છે ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોના આત્માને પરમકૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પણ કરે તેવી શબ્દાજંલી પાઠવી અને આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાઓ જલ્દીથી પુન: સ્વસ્થતા પ્રાપ્ત કરે અને દુર્ઘટનામાં મૃતક પામેલા દિવંગતોના પરિવારજનોને આ દુ:ખની ઘડીમાં ઈશ્ર્વર દુ:ખ સહન કરવાની શક્તિ પુરી પાડે તે માટે તેવી સંવેદના વ્યક્ત કરી હતી.
રાજકોટ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દિવંગતોને શ્રઘ્ધાજંલી અર્પણ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 34 લોકોનો ભોગ લેવાયો, તે અર્થે રાજકોટ ફોટોગ્રાફર એસોસિયન દ્વારા દિવંગતોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા શોકસભાનું આયોજન થયું હતું. જે જિલ્લા પંચાયત ચોક ખાતે રાત્રે 8 વાગ્યે આયોજન થયું હતું.પૂવ મેયર પ્રદિપભાઇ ડવ જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, રાજકોટ ઉમેદવાર કોંગ્રેસ પ્રમુખ પરેશ ધાનાણી અને કોંગ્રેસ શહેર પ્રમુખ અતુલ રાજાણી, અબતકના શૈલેષ વાડોલીયા, નીશીત ગઢીયા, ઇમરાન શીંશાગીયા તથા સંદીપભાઇ બગથરીયા, દર્શન ભટ્ટી, પ્રકાશ રાવરાણી, નિશું કાચા, પંકજ સીસાગીયા, દેવેન અમરેલીયા, આનંદ જાવીયા, રામદેવ મોરારી વિગેરે હાજર રહ્યા હતા.
નર્સિગ એસો. દ્વારા દિવંગતોને અર્પણ કરાશે શ્રઘ્ધાંજલી
ઓટી આસિસ્ટન્ટ અને નર્સિંગ એસોસીએશન રાજકોટ દ્વારા શિવાજી પાર્ક રેસકોર્સ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈ અત્યંત દુ:ખની લાગણી થી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ અર્પે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા સારા કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના અને કરૂણ મૃત્ય પામેલ માટે શ્રધ્ધાંજલિ અર્પણનો આજે સાંજે 7 થી 7:30 શિવાજી પાર્ક રેસકોર્સ ખાતે આયોજન કવરામાં આવ્યું છે.
સિઘ્ધચક્ર તપગચ્છ જૈન સંઘની અગ્નિ કાંડના દિવંગતોને શ્રઘ્ધાંજલી
ટી.આર.પી. ગેમ ઝોન દુર્ધટનના ઘેર ઘેર માતમ નો માહોલ છવાયો છે. આ દુર્ધટનામાં માનવ સૌરાષ્ટ્ર માટે દુ:ખજનક બની છે. ત્યારે અગ્નિ કાંડમાં ભોગ બનેલાઓને ન્યાય અને જવાબદાર વ્યકિતઓને સજા મળે એવી માંગણી જૈન અગ્રણી જીવદયા પ્રેમી કિશોરભાઇ કોરડીયા એ કરી ભોગ બનનાર પરિવારોને દુ:ખ સહન કરવાની શકિત અને દિવંગતોને શ્રઘ્ધાંજલી અર્પણ કરી હતી.