પંજાબને છ વિકેટે હરાવી મુંબઈની ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી
આઇપીએલ ની આસિસ્ટન્ટ અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે જેમાં પંજાબ અને મુંબઇ વચ્ચેના મેચમાં મુંબઇએ પંજાબને 6 વિકેટે હરાવી પોઇન્ટ ટેબલમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે ખૂબીની વાત તો એ છે કે આ વર્ષે દુબઈમાં જે ટીમ વિપક્ષી ને દાવ આપે છે એ ટીમનો વિજય થાય છે એટલે કે ગ્રાઉન્ડ ઉપર ચેઝ કરનારી ટીમનો વિજય થઇ રહ્યો છે. મુંબઈ અને પંજાબ વચ્ચેના મેચમાં પ્રથમ બેટિંગ પંજાબ દ્વારા કરવામાં આવી હતી જેમાં ટીમ ૬ વિકેટે તે માત્ર એકસો પાંત્રીસ જ નોંધાવી શકી હતી.
પંજાબ તરફથી સર્વાધિક ૪૨ રન મારક્રમ ફોટા કરવામાં આવ્યા હતા ત્યારબાદ દિપક હૂડાએ 28 રનનું યોગદાન આપ્યું હતું જેના પરિણામે તે ૧૩૫ રન સુધી પહોંચી હતી સામે 136 હરણનો પીછો કરવા ઉતરેલી મુંબઈ તરફથી સૌરભ તિવારી 45 રન, હાર્દિક પંડ્યા ૪૦ રન અને પોલાર્ડે 15 રનનું યોગદાન આપ્યું હતું.
તરફ મુંબઈ તરફથી બોલિંગમાં કૃણાલ પંડ્યા એક વિકેટ બુમરાએ બે વીકેટ, પોલાર્ડે બે વિકેટ અને ચહરે એક વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ પંજાબ તરફથી બોલિંગ કરનાર સમીએ 1 વિકેટ , બીસનોએ બે વિકેટ અને નાથાન ઇલીઝ એક વિકેટ ઝડપી હતી. મહત્વપૂર્ણ વાત એ છે કે હાલની સિઝનમાં જે ટીમ અબુધાબી દુબઇ કે સારે જહાં વિપક્ષી ટીમને દાવ આપે છે અને પોતે જ્યારે સ્કોર ચેક કરે છે તે સમયે ચૈઝ કરનારી ટીમનો વિજય થતો જોવા મળ્યો છે.
બીજી તરફ આ મેચમાં કેરોન પોલાડ દ્વારા ખૂબ જ સારી બોલિંગ કરવામાં આવી હતી જેમાં તેને માત્ર એક ઓવર જ નાખી હતી જેમાં ત્રણ આપી પંજાબની બે મહત્ત્વપૂર્ણ વિકેટ પોતાના નામે કરી હતી . ક્યાંકને ક્યાંક પોલાર્ડની બોલિંગ અને હાર્દિકની વિસ્ફોટક બેટિંગ એ મુંબઈને જીત અપાવી હતી અને તેમને પોઇન્ટ ટેબલ માં પાંચમા ક્રમે રાખવામાં મદદરૂપ પણ સાબિત થયા હતા.