પેટ કમિન્સે ઓસ્ટ્રેલીયાની અને બેન સ્ટોકસે ઇગ્લેન્ડની ટીમને સફળતા અપાવી ભારતે પણ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને કાયમી કેપ્ટનશીપ સોંપી દેવી જોઇએ
ટીમના સર્વશ્રેષ્ઠ બેટસમેન હોય તેને જ નેતૃત્વ સોપવું તેવી જાણે ક્રિકેટ વિશ્ર્વમાં વણલખી પરંપરા બની ગઇ હોય તેવું લાગી રહ્યું ે. પરંતુ જો બોલરોને કેપ્ટન બનાવવામાં આવે તો ટીમ સફળતાના શીખરો સર કરે છે. બોલર તરીકે કોઇપણ ખેલાડીનો રોલ મર્યાદિત ઓવર પુરતો સિમિત બની જાય છે. પરંતુ તેને સુકાની પદ આપવામાં આવે તો તેની ભૂમિકા અને પ્રદર્શન ખીલ્લી ઉઠી છે.
ક્રિકેટના ભૂતકાળ પર નજર કરવામાં આવે તો ભારત પ્રથમ વિશ્ર્વ કપ એક બોલર અર્થાત કપિલ દેવના નેતૃત્વમાં જીત્યું હતું. આવું જ કંઇક આપણા કટ્ટર હરિફ પાકિસ્તાનનું પણ છે. પાક પણ પ્રથમ વાર ઇમરાન ખાનના નેતૃત્વમાં વિશ્ર્વ વિજેતા બન્યું હતું. ઓસ્ટ્રેલીયાના સિલેકટરોએ સીનીયર ખેલાડીઓને સાઇડમાં મૂકી પેટ કમિન્સને સુકાની પદ સોંપ્યું પરિણામ સ્વરુપ આજે ટેસ્ટમાં ઓસીનો દબદબો વધી રહ્યા છે. જો રૂટની કેપ્ટન શીપમાં ઇગ્લેન્ડની ટીમ ટેસ્ટમાં સતત હારતી હતી પરંતુ ઓલ રાઉન્ડ બેન સ્ટોકસને જેવું સુકાની પણ સોંપવામાં આવતા ટીમ ફરી વિજય પથ પર દોડવા લાગી
રોહિત શર્મા કોરોના ગ્રસ્ત બનતા ભારતે ઇગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટનું નેતૃત્વ ફાસ્ટ બોલર જશપ્રીત બુમરાહને સોપ્યું સ્ટોકસ અને બુમરાહ બન્ને બોલર કમ સુકાની વચ્ચે હાલ રોચક જંગ જામી રહ્યો છે. બેટસમેન સુકાની હોય ત્યારે તેના પર દબાણ હોવાના કારણે આઉટ ઓફ ફોર્મ બની જાય છે. પરંતુ એક બોલર જયારે સેનાપતિ હોય ત્યારે તેની આક્રમકતાથી ટીમમાં નવા જ ઉત્સાહનું સંચાર થાય છે.ઓસ્ટ્રેલીયન ભૂતપૂર્વ સુકાની ઇયાન ચેપલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બેન સ્ટોકસની સફળતાથી કોઇ આશ્ર્ચર્ય ન થવું જોઇએ કારણ કે તે બોલીંગ સમજે છે. ભારતે જસપ્રીમ બુમરાહેેને સુકાની પર સોંપી હિંમત ભર્યા નિર્ણય લીધા છે. પરંતુ બીસીસીઆઇએ બુમરાહને સ્ટેન્ડ બાય સુકાની રાખવાના બદલે કાયમી ટેસ્ટ ટીમનું સુકાની સોંપી દેવું જોઇએ. માત્ર સારા બેટસમેનોને સેનાપતિ બનાવવાની પરંપરા તોડવામાં આવશે તો બોલરો વધુ ઘાતક બનશે અને બોલીંગ સાથે સુકાની પટમાં પણ નીખરી ઉઠશે.