સ્કુલ મેન્ટલ હેલ્થ સાથે બાળકોને મનોવિજ્ઞાન ઢબે ઓનલાઈનથી ઓફલાઈનમાં વાળવા જરૂરી: ફેસ ટુ ફેસ શિક્ષણનું સૌથી અસરકારક માધ્યમ છે: 18 મહિનાના વિરામ બાદ શરૂ થયેલા શૈક્ષણિક સંકુલો,વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરૂ પાડે
કોરોના મહામારી હળવી પડી કે વિદાય લઈ રહી છે તેવી વાતો વચ્ચે ત્રીજી લહેરની આશંકા વચ્ચે ધો.6 થી 12 અને કોલેજ કે ઉચ્ચ શિક્ષણ શરૂ થઈ ગયું છે. હજી ધો.1 થી 5 દિવાળી સુધી કેબાદ શરૂ થશે તેવી ચોમેર ચર્ચા છે. બાલમંદિરોનું તો કોઈ વિચાર કરતું જ નથી.
છેલ્લા દોઢ વર્ષથી શાળા સંકુલો બંધ હતા ત્યારે હવે ઓનલાઈનમાંથી ઓફ લાઈન શિક્ષણ તરફ છાત્રો વળ્યા જેથી હવે ફેસ ટુ ફેસ શિક્ષણ વર્ગ ખંડમાં અપાય રહ્યું છે. ત્યારે છાત્રોની માનસિક સ્થિતિ બાબતે શિક્ષકે અને શાળાએ કાઉન્સીલરની ભૂમિકા ભજવવી પડશે.
શાળાનું વાતાવરણ બાળકોને ગમે તેવું માનસિક સ્વસ્થતા વાળુ હોવું જોઈએ આ વાતાવરણ પૂરૂ પાડવાની જવાબદારી શિક્ષકો અને શૈ. સંકુલોની છે. હાલના સંજોગોમાં સ્કુલ મેન્ટલ હેલ્થ સૌથી અગત્યનું ગણાશે ફેસ ટુ ફેસ શિક્ષણ જ અસરકારક હોવાથી હવે છાત્રોને ધીમેધીમે રસ-રૂચિ-વલણોને ધ્યાને લઈને શિક્ષણ સાથે જોડવા જરૂરી છે.
આ માસના અંતે શાળાના કો.ઓર્ડિનેટર માટે આ સંદર્ભેનો એક વન ડે સેમિનાર પણ યોજાશે જેમાં નિષ્ણાંતો ઉપરોકત વિષયે તલસ્પર્શી માર્ગદર્શન અને તાલિમ આપશે. જે તાલિમ પૂર્ણ થયે તાલિમાર્થી શાળા વિઝીટે આ સંદર્ભેનું જ્ઞાન શિક્ષકોને આપશે.
આજના નાનાકે મોટા તમામ છાત્રોના મગજમાં વિવિધ પ્રશ્ર્નો તેને મુંઝવી રહ્યા છે. ત્યારે તે બાબતનું સાચુ અને વૈજ્ઞાનિક જ્ઞાન તેઓને મળે તેવું નકકર આયોજન જરૂરી છે. ટ્રેસ મૂકત વાતાવરણમાં શિક્ષણ લેનાર છાત્રોનું માનસિક સ્વાસ્થય શ્રેષ્ઠ હોય છે. આ પરત્વે શિક્ષકોએ પ્રર્વતમાન સ્થિતિમાં શ્રેષ્ઠ પરામર્શકની ભૂમિકા ભજવવી પડશે.
પ્રારંભે બાળકોને માત્ર તેના ધોરણવાઈઝ ઔપચારીક શિક્ષણ સાથે જોડીને સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને ટીચીંગ મટીરીયલ્સના સથવારે રસમય-આનંદમય શિક્ષણ આપવાની જરૂર છે. આ વિષયક શાળાને કોઈ તાલિમની જરૂર જણાય તો ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સોસાયટીના 98250 78000 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે. હાલના વાતાવરણમાં છાત્રોને સાચવવા પણ જરૂરી છે. છેલ્લા બે ત્રણ માસમાં છાત્રોના આપઘાતનાં બ નાવો જોવા મળી રહ્યા છે. ત્યારે માનસિક સ્વાસ્થ્ય બાબતે સૌ શિક્ષક આલમે શાળા સંચાલકો એ વિચારવાની સાથે નકકર આયોજનથી કાર્ય કરવાની જરૂર છે.