ડુંગર દરબારમાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના શિક્ષકોની શિબિર યોજાઈ
રાજકોટના સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ્સ એસોસિએશનના ઉપક્રમે આયોજિત કરવામાં આવેલી શિક્ષક શિબિરમાં સ્ટુડન્ટસના ગાઈડીંગ લાઈટ બનનાર હજારો શિક્ષકો પૂ.રાષ્ટ્રસંત નમ્રમુનિ મ. સા.ના મુખેથી સફળ શિક્ષક બનવાના સોનેરી સૂત્રો પામ્યાં હતાં.
રાષ્ટ્રસંત પૂજ્યએ માર્ગદર્શન આપતાં કહ્યું કે ટોર્ચ લાઈટ આપે અને ટોર્ચર ફાઈટ આપે. સ્ટુડન્ટ્સને જે શીખવું હોય તેશીખવાડે તે સક્સેસફુલ ટીચર હોય પરંતુ ટીચરને આવડતું હોય માત્ર તે શીખવાડે તે એવરેજ ટીચર હોય.
ટીચરે શીખવાડેલું સ્ટુડન્ટ્સ ભૂલી શા માટે જાય છે તેનું સમાધાન આપતાં પૂ.રાષ્ટ્રસંતએ ફરમાવ્યું કેહોઠમાંથી નીકળેલા શબ્દો સ્ટુડન્ટના કાન સુધી પહોંચે ટીચરનાહાર્ટમાંથી નીકળેલા શબ્દો સ્ટુડન્ટનાહાર્ટસુધી પહોંચે છે. ટીચરનાં મુખમાંથી નીકળે તે વોઈસ સ્ટડી કરાવી શકે પરંતુ ટીચરનાં હાર્ટમાંથી નીકળે તેવાઈબ્રેશન સ્ટડી બની શકે.
જેને ગુરૂનું મૌન પચે એને જ ગુરૂનાં શબ્દો પચાવતા આવડે છે. જે ટીચરનાં મૌની બાળકો શાંત થાય રહે તે સક્સેસફુલ ટીચર હોય અને જો સ્ટુડન્ટ્સ બોલવા લાગે તો એવરેજ ટીચર હોય છે. શબ્દના શિક્ષક એવરેજ ટીચર હોય પણ મૌનનાં ગુરુ સક્સેસફુલ ટીચર હોય.
પ્રવિણભાઈ રૂપાણી, અજયભાઈ પટેલ, ડો. ડી.વી. મહેતા, રશ્મિકાંતભાઈ મોદી, ક્રિશ્નકાંતભાઈ ધોળકિયા, જિતેશભાઈ માટવાની, ભરતભાઈ હેરમા, પરેશભાઈ શેલા, પ્રવિણભાઈ ગોંડલિયા, વિમલ કપૂર, જયંતભાઈ કાનગડ (શુભમ સ્કુલ)ની વિશેષ ઉપસ્થિતિ હતી. રાષ્ટ્રસંત પૂજ્યએ આ સર્વ સંચાલકોને સફળતાનાં આશીર્વાદ આપ્યાં હતાં.
આ અવસરે રાજકોટના સંતાન પૂ. વિનમ્રમુનિ મ. સા. ઉપસ્થિત ટીચર્સમાંથી પોતાના ટીચર્સ સાથે જોડાયેલાં સંસ્મરણોને યાદ કરીને આભાર માનતા સર્વને વિનયએ સફળતાનું મૂળ છે તેના પર માર્ગદર્શન આપ્યું હતું.
નવદીક્ષિત સાધ્વીરત્ના પૂ. પરમ સંબોધિજી મહાસતીજીએ ટેકનીકલી રાઈટ કે પ્રેકટીકલી રાઈટ પરનો ફરક સમજાવી એજ્યુકેશન કરતાં બાળકને વિઝનરી બનાવવા પર સુંદર મનનીય પ્રવચન આપ્યું હતું. હેમલભાઈ મહેતાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.
જીનીયસ સ્કૂલનાં ડી.વી. મહેતાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. રોયલપાર્ક સ. જૈન મોટા સંઘનાં પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠએ પ્રાસંગિક વક્તવ્ય તા રાજકોટ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ અસોશિએશનનાં પ્રમુખ અજયભાઈ પટેલે રાષ્ટ્રસંત પૂજ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંતે નવકારના મંત્ર નાદી ટીચર્સને ઓરા સ્નાન કરાવીને રાષ્ટ્રસંત પૂજ્યએ બધા ટીચર્સ નેઆ વીકમાં એક દિવસ સ્ટુડન્ટ્સ સો ભોજન લેવાની પ્રેરણા આપી હતી અને વારંવાર આવા માર્ગદર્શક પ્રવચનની વિનંતિ કરીને સર્વ ટીચર્સે પૂ.રાષ્ટ્રસંતનો આભાર માન્યો હતો.