દામનગર શહેરમાં શિક્ષણ ક્ષેત્રનું ગૌરવ રમેશભાઈ પરમારને પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે ચિત્રકૂટ એવોર્ડ અને ૨૫ હજારની ધનરાશિ અર્પણ સમગ્ર ભાવનગર જિલ્લામાંથી ગારિયાધાર તાલુકાનું માંડવી કેન્દ્રવર્તી શાળાના આચાર્ય રમેશભાઈ નાનજીભાઈ પરમારને વર્ષ ૨૦૧૯ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેમને શાલ સન્માનપત્ર તેમજ ૨૫૦૦૦ રૂપિયાની ધનરાશિ આપી રમેશભાઈ નવાજવામાં આવ્યા.
રમેશભાઈ પોતાની શાળાને સમગ્ર તાલુકો જીલ્લો નહીં ગુજરાત લેવલ સુધી પ્રખ્યાત અને નામના અપાવી છે રમેશભાઈ સતત આવા અનેક કાર્યો થકી તેમને એજ્યુકેટેડ એવોર્ડ રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા તેમજ રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ અમદાવાદ મુકામે તેમને મળી ચૂકયો છે, ત્યારે પણ તેમને ૨૫૦૦૦ ધન રાશિની રકમ મળી રમેશભાઈ પોતાની શાળામાં રમતો બાળગીત અભિનય વાર્તાઓ તેમજ અનેક એક્ટિવિટીઝની અંદર પોતાનું સો ટકા યોગદાન આપી નવી ભાત ઉભી કરી છે રમેશભાઈનો પપેટ શો વિનામૂલ્યે બાળકોને આનંદ આપવાનું કામ કરે છે. પપેટ શો માટે રમેશભાઈ પોતાના સ્વખર્ચે ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ કરી સરસ મજાનાના નવા નવા પપેટ બનાવ્યા તેમજ સ્ટેન્ડ બનાવ્યું અને શાળાઓની અંદર તેઓ જઈને બાળકોને શો બતાવે છે. તેમની યુ ટ્યુબ ચેનલ જય હો માંડવી પણ ખૂબ પ્રચલિત છે એવોર્ડ બદલ રાજ્ય સંઘના પ્રમુખ દિગુભા જાડેજા રાજય સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ જિલ્લા સંઘના પ્રમુખ મધુકર ભાઈ ઓઝા જિલ્લા સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા રાજ્યના કોષાધ્યક્ષ પ્રવીણભાઈ ઝાલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અજયભાઈ જોષી તાલુકા શિક્ષણ સંધ મહુવાના ગણપતભાઈ પરમાર નિવૃત્ત તલાટી-દિનેશભાઈ મકવાણા તાલુકા પ્રમુખ બિપીનભાઈ આલ મહામંત્રી હર્ષદભાઈ પટેલે ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.