ગુરૂ શિષ્યની પરંપરા વર્ષોથી આપણાં દેશમાં ચાલતી આવી છે, વિવિધ ગુણોનું સિંચન કરીને શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર શિક્ષક જ કરી શકે છે
આજે શિક્ષક દિન
પમી સપ્ટેમ્બર આપણાં દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરાય છે. લોકડાઉનને કારણે શાળાઓ બંધ છે ત્યારે આ વર્ષે છાત્રો ટેલીફોનિક કે સોશ્યલ મીડીયા મારફત ગુરૂવંદના કરશે. આ દિવસે શાળામાં વર્ષોથી વર્ગખંડનાં બાળકો જ ટીચર બનીને ઉજવણી કરતા હોય છે. વિશ્ર્વના લગભગ દરેક દેશમાં ‘શિક્ષક દિન’ ઉજવાય છે, જો કે દિવસો જાુદા જાુદા હોય છે તો કેટલાક દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે.
યુનેસ્કોએ પણ ૧૯૯૪થી પમી ઓકટોબરે શિક્ષક દિન ઉજવવાનું નકકી કર્યુ હતું. ચિનમાં પણ ૧૦ સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવાય છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વ પલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પ સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો તેથી દર વર્ષે તેની યાદમાં આ શિક્ષક પર્વ ઉજવાય છે.
સમાજમાં ડોકટર, શિક્ષકનું સ્થાન અનેરૂ છે. ૦ થી પ વર્ષ બાળક ઘરે રહે ને બાદમાં શાળાએ ધો.૧ માં પ્રવેશ મેળવે ત્યારથી તેના જીવનમાં ગુરૂસ્થાને શિક્ષક, ટીચર, સરનું આગમન થાય છે. આ શિક્ષક તેને શિક્ષણની સાથે જીવનનું ઘડતર કરીને ક્રમિક મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરે છે. બાળકના સર્ંવાગી વિકાસમાં શિક્ષકનોફાળો સવિશેષ છે. એક માતા ભલે સો શિક્ષકની ગરજ સારે પણ શિક્ષક તો બાળકોમાં રહેલી છુપી કલાને ઓળખેને તેને પ્રોત્સાહીત કરીને ઉજાગર કરે છે. પુસ્તકના જ્ઞાન સાથે વિવિધ સંસ્કારોનું સિંચન કરે છે.
આજે શિક્ષક દિને બાળકોને વ્યસનોથી દુર રહેવાની સલાહ આપે એ પહેલા પોતે તેનાથી દુર થાય તે જ સંકલ્પ હોવો જોઇએ., શાળાને જ્ઞાન મંદિરનો દરરજો અપાયો છે. તેના વર્ગખંડના દરેક છાત્રો શિક્ષકને પૂજનીય ગણે છે ત્યારે તેનો આદર્શ તેનો શિક્ષક છે. તેથી તે તેને જોઇને આવા કૃત્યો તરફ પ્રેરાય છે. પોતાના છાત્રોની તકલીફ, મુંઝવણને શિક્ષકે સમજવી જ પડશે. આજના દિવસે તેમણે કરેલા વિશેષ ક્ષેત્ર, સમુદાય માટે ના શ્રેષ્ઠ કાર્ય યોગદાન માટે શિક્ષકને સન્માનીત કરવાનો દિવસ છે. ૧૯મી સદીમાં આવેલા સુંદર વિચારના પગલે આ દિવસની વિશ્ર્વભરની ઉજવણી થાય છે.
બાળકના જીવનને શણગારવામાં એક મોટી ભૂમિકા શિક્ષકની હોય છે વાંચન, ગણન, લેખન સાથે વિવિધ રસમય શૈલી, ટેકનીક દ્વારા બાળકોને આદાન પ્રદાનની પ્રક્રિયાથી શિક્ષણ આપે તે જ સાચો શિક્ષક બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસુ હોવો જોઇએ અને બાળકના રસ, રૂચિ, વલણોને ઘ્યાને લઇને તેના જ્ઞાન કૌશલ્યોનો વિકાસ કરે છે. નવા યુગની નવી ટેકનોલોજી, સ્માર્ટ રૂમ કલાસ ઇન્ફરમેશન ટેકનોલોજીના માઘ્યમથી બાળકનો સર્વ દિશાએ શિક્ષક જ વિકાસ કરે છે.
છાત્રોની વય કક્ષા મુજબ ક્ષમતા, મીનીમમ લેવલ ઓફ લનીગ જેવી વાતો શિક્ષક સુસજજ હોવો જોઇએ આજે તો ર૧મી સદીમાં તે જ નબળો હશે તો બાળકો નબળા જ રહેવાના ચાર દાયકા સુધી અગણિત વિદ્યાર્થી ઓના જીવનમાં પ્રકાશ ભરી દેનાર શિક્ષકને જોતા જ છાત્ર પગે લાગે છે ત્યારે શિક્ષક ધન્યતા અનુભવે છે. આજના દિવસે શિક્ષક સાથે સમય પસાર કરીને ઉત્સવ ઉજવણીનો સુનકરો મોકો છે. છાત્રોના જીવનમાં શિક્ષકની અહંમ ભૂમિકા છે.
શિક્ષક સમાજની એક એવી કડી છે જે એક નાનકડા બાળકને સમાજમાં અને જીવનમાં કેવી રીતે તે આગળ વધવું તે શિખવે છે. વિઘાર્થી સારા નરસાની પરખ સાથે તેનામાં રહેલી શકિતઓને ઓખળી તેને વિકસીત કરવાની આંતરિક શકિતને વિકસીત કરે છે. દરેક માસણના જીવનમાં સૌથી વધારે મહત્વ શિક્ષકનું છે. કારણ કે તેને સાચો માર્ગ તેના ‘ટીચર’ બતાવ્યો હોય છે.
આજે શિક્ષક દિને શિક્ષક પોતાની ભુમિકા અને જવાબદારી પ્રત્યે સભાન હોવાની વાત સાથે પડકાર રૂપ સમયમાં તેમના બહોળા અનુભવનો લાભ શાળા સંકુલ સાથે છાત્રો સતત મળતો રહે તે જરુરી છે. શિક્ષક રાષ્ટ્રની સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી તેના ઉ૫ર છે. તે છાત્રોનો માર્ગદર્શન, મિત્ર, ચિંતનકાર છે. તેના સુંદર વિચારો, કાર્ય પ્રોજેકટ થકી બાળકના સકારાત્મક અભિગમ જ તેના સર્ંવાગી વિકાસમાં મદદરૂપ થઇ શકશે.
આજના શિક્ષક દિવસે શિક્ષકને પડતી મુશ્કેલીમાં સરકાર સમાજે વાલીઓએ શાળા સંકુલે મદદ કરવાની જરુર છે. વર્ગ ખંડમાં ૪૦ થી વધુ છાત્રોને તૈયાર કરવામાં પોતાનું જીવન સર્મપિત કરનાર ટીચરનો પણ ઘણી મુશ્કેલીઓ હોય છે.
સમય પણ શિખવે છે, અને ‘શિક્ષક’પણ શિખે છે બંનેમાં ફર્ક એ જ કે શિક્ષક શિખડાવીને પરીક્ષા લે જયારે સમય પરીક્ષા લઇને શિખવે છે.