હોય જ્યારે જીવનમાં એક શિક્ષક
તો જીવન બને કઈક અનોખુ,
કારણ તે અપાવે સમજણ જીવનમાં,
ધ્યાન,ધ્યેય અને ધેર્યનું,
ધ્યાન થકી કરાવે તે ઓળખ એકાગ્રતાની
ધ્યેય થકી સમજાવે તે ઓળખ વિચારોની
ધેર્ય થકી બતાવે તે ઓળખ લક્ષ્યની
એવા આ શિક્ષક
ક્યારેક જે બને ખાસ મિત્ર
તો ક્યારેક જે બને એક શ્રેષ્ઠ માર્ગદર્શક
અપાવે જીવનને એક નવો માર્ગ
સમજાવે તે વિદ્યાર્થીને જ્ઞાનનું મહત્વ
એવા આ શિક્ષક
કરાવે તે સફર,
નિસફળતાથી સફળતા સુધી,
વિચારોથી વાણી સુધી,
શૂન્યમાથી એક સુધી,
ખરાબથી સારા સુધી,
અનુભવથી નિષ્ણાંત સુધી,
શબ્દોથી વાક્ય સુધી,
લાયકથી લાયકાત સુધી,
સપનાઓથી વાસ્તવિકતા સુધી,
વર્તમાનથી ભવિષ્ય સુધી,
એવા આ શિક્ષક.