જામ કલ્યાણપુરના ગાગા ગામના વિરેન્દ્રસિંહ વાઢેરનો આક્ષેપ
જામ કલ્યાણપુર તાલુકા ના ગાગા ગામના રહેવાસી તેમજ વ્યાવસાએ ખેડૂત એવા વિરેન્દ્રસીહ પ્રવીણ સીહ વાઢેર ની રે.સ.નં ૯૨૮,૯૪૩,૯૩૪ માં ચાલુ સીજન માં કપાસ વાવેલ હોય જેમાં ટાટા કંપની ના મીઠા ના પાણી ખેતર માં ફરી વળતા ઉભો પાક બળી જવા પામેલ છે ગાગા ગામના પશ્ચિમ બાજુ ટાટા કંપની દ્વારા વર્ષોથી મીઠું બનવા ના અગરિયા આવેલ છે આ સર્વે નંબર થીઅસ્રરે ૧૨૫ મીટર દુર ટાટા કંપની દ્વારા મીઠું બનવા માટે ડેમ બનાવેલ છે
વર્ષો જુનો જર્જરિત આ ડેમ વિસ્તાર માં તાજેતર માં આ વિસ્તાર માં પડેલ અતિ ભારેવરસાદ ને કારણે ડેમ ક્ષતિ ગ્રસ્ત વા ને કારણે મીઠા બનાવામાં ઉપયોગી ખારા પાણી આ વિસ્તારો માં ખેતરો ના ખેતરો માં ફરી વળેલ જેના કારણે આ વિસ્તારો ના ખેડૂતો ને પડ્યા ઉપર પાટું સમાન છે આ ડેમ ક્ષતિગ્રસ્ત હોવાની સમય સુચકતા ખેડૂતોએ કરેલ ને કંપની ને આ અંગે જાણ કરવામાં આવેલ પરતું કંપની દ્વારા કોઈ પગલા ના લેવાતા તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ને ખેડૂતો નો ઉભો પાક બળી જવા પામેલ છે તેમજ જે જમીન માં ખારા પાણી ફરી વળ્યા છે તે જમીન માં હવે ઉપજ લેવી લોઢા ના ચણા ચાવા સમાન છે આ અંગે ભોગ બનનાર વિરેન્દ્રસીહ દ્વારા કંપની પાસે થી નુકસાન ના વળતર ની માંગ કરી છે જો વળતર કપની નહિ આપે તો કોર્ટ ના દરવાજા ખખડવા ની ચીમકી આપી છે.