સ્ટ્રીટ ફૂડના શોખીન રાજકોટીયનોને દાઢે વળગે તેવો સ્વાદ રોજ-રોજ નવુ મેનું પીરસશે: ૨૦મી સુધી આયોજન
રાજકોટની સ્વાદપ્રીય જનતાના સ્ટ્રીટ ફૂડના સ્વાદને ધ્યાનમાં લઈ ખાસ ખાઉ ગલી ફેસ્ટીવલનું આયોજન રાજકોટની ફર્નહોટેલમાં કરાયું છે. જે આગામી ૨૦ ઓગષ્ટ સુધી રાજકોટના લોકોને રાજકોટની શેરીની રેકડીઓમાં મળતા ફાસ્ટફૂડનો ટેસ્ટ કરાવશે.
જેમાં પાણી પૂરી, સેવપુરી, ચાટપુરી, ઢોસા જલેબી, રબડી સહિત દરરોજ અવનવા મેનુ સાથે લોકોની જીભે અલગ સ્વાદનો ટેસ્ટ કરાવશે તો આ ખાઉગલી ફેસ્ટીવલનો સ્વાદમાણવા રાજકોટના સ્વાદપ્રીય લોકોનો ઘસારો ફર્ન હોટલ તરફ વધ્યો છે.