વડાપ્રધાન મોદીએ ગીરના સિંહ સમાન છે જેની ગર્જના આજે વિશ્ર્વભરમાં ગૂંજતી થઈ છે: મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ ગાયત્રી નાગરાજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની અદભૂત, અવિશ્ર્વસનીય, અકલ્પનીય, અતિ વિરાટ પ્રતિમાને નિહાળી તમિલ બાંધવોએ આપ્યા પ્રતિભાવો
હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના આયોજન થકી જ સોમનાથ, દ્વારકા સહિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્ર્વની સૌથી વિરાટ પ્રતિમાના દર્શન કરી શક્યા છીએ. અમે આ કાર્યક્રમનો હિસ્સો બન્યા, અમે ખુબ શૌભાગ્યશાળી છીએ. વિરાટ પ્રતિમાને પ્રથમ નજરે જોતા ખુબ જ આશ્ચર્ય થયુ છે. આ પ્રતિમા અદભુત અને અવિશ્ર્વસનીય છે. સરદાર સરોવર ડેમ પર તેટલું જ વિશાળ છે. અહીંનું આયોજન અને પ્રવાસમાં જોડાયેલા તમામ કર્મચારીઓએ ખુબ જ શાનદાર કામગીરી કરી છે.