જોડિયા તાલુકા ઓફિસ ખાતે તાલુકા કક્ષાનો લોકપ્રતિનિધી નો પી. આર. આઈ. વર્કશોપ રાખવામા આવેલ હતો. આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો.જે.ડી.નળિયાપરા, તાલુકા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી બિજલભાઈ ખિમાણીયા, જીલ્લા પંચાયત સદ્દસ્ય સરફરાજભાઈ ખ્યાર, તાલુકા પંચાયતના સદ્દસ્ય શ્રીમતી પ્રજ્ઞાબેન કાનાણી, જોડીયા તાલુકાના દરેક ગામના સરપંચશ્રીઓ ઉપસ્તિત રહેલ હતા.
આ વર્કશોપ દ્રારા સરકારશ્રીની આરોગ્યની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે આરોગ્ય સ્ટાફ ઉપરાંત લોકપ્રતિનિધિઓ દ્રારા જાણકારી મળી રહે તેવા ઊમદા હેતુસર રાખવામાં આવેલ હતો: આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફીસર દ્રારા આરોગ્યની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવામાં આવેલ હતી. આ વર્કશોપમાં ઉપસ્થિત તમામ હોદેદારો તથા લોકો આગેવાનોએ સારી માહિતી મળી હોવાનો અભિપ્રાય આપ્યો હતો.