ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં ગોલ્ડન યુગ ચાલી રહ્યો છે.ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં એક પછી એક ઢાશું ફિલ્મ આવી રહી છે. ત્યારે આવતીકાલે એટલેકે 1 માર્ચે વધુ એક પારિવારીક ફિલ્મ વેનિલા આઇસ્ક્રીમ રીલીઝ થવા જઈ રહી છે.
પરિવાર અનોખા પ્રેમ અને સંબંધ સાથે રેલાશે અગણિત લાગણીઓની મીઠાશ
જોરદાર ફિલ્મ આવી રહી છે “વેનીલા આઈસ્ક્રીમ”
જીવન જીવવું એ અગત્યનું છે, બાકી બીજું તો બધું આજે છે ને કાલે નથી..!!!
વેનીલા આઈસ્ક્રીમ પ્રેમ અને જવાબદારીઓની વાર્તા છે, વરુણ અને કોમલ કોલેજમાં મળે છે અને પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનો નિર્ણય કરે છે, તેમ છતાં પરિવારજનો તેમના નિર્ણયથી ખુશ નથી. તે સાચું અને ખોટું શું છે, સ્ત્રી મૂલ્યો, સ્વતંત્રતા અને સૌથી ઉપર કેવી રીતે નાની ગેરસમજણો પ્રિયજનો અને પરિવાર વચ્ચે જગ્યા બનાવે છે તે વચ્ચેની એકતા વિશે છે.\