જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું સાશન આવ્યું છે. ત્યારથી તાલિબાનીઓ સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને વૈશ્વિક માન્યતા મેળવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ બીજી બાજુ તાલિબાને આખા દેશને જેક બનાવી દીધી છે. મહિલાઓ માટે સેંકડો પાબંધીઓ લગાવી દઈ સ્ત્રી અત્યાચારો શરૂ કર્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાને વિદ્યાર્થીનીઓને આગળના અભ્યાસ માટે વિદેશ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તાજેતરમાં જ તાલિબાને વિદ્યાર્થીનીઓને કાબુલથી કઝાકિસ્તાન અને કતાર જેવા દેશોમાં હાયર એજ્યુકેશન માટે જવાનો ઈનકાર કરી દીધો છે. અહેવાલ પ્રમાણે કાબુલથી છોકરા અને છોકરીઓમાંથી માત્ર છોકરાઓને જ કાબુલની બહાર જવાની અનુમતિ મળી છે.
ગયા વર્ષે જ્યારે અમેરિકાએ પોતાનો સપોર્ટ ખતમ કર્યો અને સૈનિકોને પરત બોલાવી લીધા ત્યારબાદ અફઘાનિસ્તાનમાં એક અસ્થાઈ સરકાર બની હતી જેને તાલિબાન લીડ કરી રહ્યું છે. તાલિબાને મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે જેમાં મહિલાઓનું ઘરથી બહાર કામ કરવાનું બંધ કરી દીધું છે. એટલું જ નહીં તાલિબાને જેન્ડર પ્રમાણે શિક્ષણ પ્રણાલી શરૂ કરી છે. જેમાં વિદ્યાર્થીનીઓને 6ઠ્ઠા ધોરણથી આગળના અભ્યાસની અનુમતિ આપવામાં નથી આવી.
તાલિબાને સામાજિક સ્થળોએ તમામ મહિલાઓને તેમના ચહેરા ઢાંકવાની ફરજ પાડી છે અને મહિલાઓ કોઈપણ પ્રકારની મનોરંજન પ્રવૃત્તિમાં ભાગનથી લઈ શકતી અને પુરુષો સાથે પાર્કમાં પણ નથી જઈ શકતી.તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારબાદથી તાલિબાને મહિલાઓ અને છોકરીઓના અનેક અધિકારો પર રોક લગાવી હતી.તાલિબાને મહિલાઓને એકલા યાત્રા કરવા પર પણ રોક લગાવી છે અને સામાજિક સ્થળો પર તેમણે ફેસ કવર કરવાનો રહેશે જેમાં ન્યૂઝ એન્કર પણ સામેલ છે.
ઓગષ્ટ 2021માં તાલિબાને જ્યારે અફઘાનિસ્તાનનું કંટ્રોલ લીધુ તો તેઓએ મહિલાઓ અને છોકરીઓના અનેક અધિકારોનું હનન કર્યું હતું. જેમ કે, શિક્ષણ, હેલ્થ, જોબ, બહાર ફરવું વગેરે. આવી સ્થિતિમાં મહિલાઓ પર ઘરેલુ હિંસાના કેસ વધી રહ્યા છે.