ટી20 વિશ્વકપના આયોજનને લઈને ચાલી રહેલી આશંકાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિર્ણય કર્યો છે કે તેનું આયોજન યૂએઈમાં થશે. સોમવારે બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જાણકારી આપી છે. બીસીસીઆઈ માટે આઈસીસીને પોતાના નિર્ણયની જાણકારી આપવા માટેની સોમવારે છેલ્લી તારીખ હતી.શુક્લાએ કહ્યુ કે, તારખો યથાવત રહેશે. આઈપીએલ બાદ ક્વોલિફાયર શરૂ થઈ જશે. ક્વોલિફાયર મુકાબલા ઓમાનમાં રમાશે. બાકી મેચ યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે.
આઇપીએલની તમામ બાકી મેચો પણ સપ્ટેમ્બર-ઓકટોબરમાં યુએઈમાં જ યોજાશે
તેમણે કહ્યું- જ્યાં સુધી ટી20 વિશ્વકપનો સવાલ છે, આજે આઈસીસીને નિર્ણયની જાણકારી આપવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. તો અમે બીસીસીઆઈના બધા અધિકારીઓ સાથે એક કોન્ફરન્સ કોલ કર્યો. અમે વાત કરી અને કોવિડની સ્થિતિ પર ચર્ચા કરી.
શુક્લાએ આગળ કહ્યુ કે, બે-ત્રણ મહિના બાદ શું થવાનું છે કોઈને ખ્યાલ નથી. બધી વાતોને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે કે બીસીસીઆઈ આઈસીસીને જણાવશે કે વિશ્વકપ યૂએઈમાં શિફ્ટ કરી દેવામાં આવે કારણ કે ભારત બાદ તે યોગ્ય સ્થળ છે. અમે તેનું આયોજન ભારતમાં કરાવવા ઈચ્છતા હતા અને અમારી પ્રથમ પ્રાથમિકતા ભારત હતું. પરંતુ હવે સ્થિતિને જોતા T-20 વિશ્વકપ યુએઈ અને ઓમાનમાં જ યોજાશે.