પોલીસ અને સરકારી તંત્રએ કડક બની કામ લેવું પડશે છાને ખૂણે ચા-પાણી ફાકીના પાર્સલની સેવા ચાલુ
કવોરન્ટાઈન થયેલા લોકો ખૂલેઆમ ફરી રહ્યા છે ત્યારે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ
ગરીબોને બે ટંક ભોજન માટે પોલીસ સહિતા વિવિધ સંસ્થાઓ મેદાને આવી
કોરોના નામનો વાયરસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ જાત જાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ૨૧ દિવસના લોક ડાઉનને ખરા અર્થમાં સફળ બનાવવું હોય તો પ્રજાના સહયોગ સાથ તંત્રએ પણ સઘન કાર્યવાહી કરવી પડશે. નહિતર ખૂલ્લે આમ ફરી રહેલા કવોરોન્ટાઈનમાં રહેલા દર્દીઓ ગમે ત્યારે માહોલ બગાડી શકે તેવું દેખાઈ રહ્યું છે. આવા લોકો સામે તંત્રએ આકરી કાર્યવાહી કરતા અચકાવવું જોઈએ નહિ.
શહેરમાં છેલ્લા પાંચ દિવસ થયા લોકડાઉનની અસર જોવા મળી રહી છે. તેમાં શહેરનાં રાજમાર્ગ, નટવરરોડ, ભાદર રોડ, ટાવર રોડ, કોલકી રોડ સહિતના મુખ્ય બજારો સુમસામ ભાસી રહી છે. આ બજારોમાં રાત્રે અને દિવસે કફર્યું જેવો માહોલ રહે છે. સાથે સાથે પોરબંદર રોડ, સ્મશાન રોડ, મુસાફર ખાના, ધોરાજી દરવાજા, વિસ્તારોમાં હજુ પણ લોકો ફરી રહ્યા છે. આવિસ્તારમાં તંત્રએ આકરી કાર્યવાહી કરતા અચકાવવું જોઈએ નહી જયારે પોલીસ અને મામલતદારે આવશ્યક ચીજ વસ્તુ ખરીદવા માટે નગરજનો માટે સવારે ૮ થી બપોરના બે વાગ્યાનો સમય કરી સારી કાર્યવાહી છે. તેમજ નગર પાલીકા દ્વારા પણ આવશ્યક ચીજ વસ્તુની દુકાનો પાસે એકએક મીટરના અંતરે ગોળ રાઉન્ડ કરી લોકોથી કોરોના દૂર રહે તેવા પ્રયત્નો કરેલા છે. પણ પ્રજાએ આમાં સહકાર આપવો જોઈએ જયારે ગરીબ માણસોને નિયમિત રીતે રાહત મળી રહે તે માટે મામલતદાર અને પૂરવઠા તંત્ર દ્વારા સઘન કાર્યવાહીના કારણે આખો દિવસમાં સસ્તા અનાજના પરવાનેદારો દુકાનો ખૂલ્લી રાખી ગરીબ માણસોને અનાજના જત્થાનું વિતરણ કરી રહ્યા છે.
શહેરમાં છાને ખૂણે ચા-ફાકીના પાર્સલ અન પાન ફાકી સીગારેટનું પણ વેચાણ થઈ રહ્યું છે. સાથે સાથે શહેરમાં આશરે ૧૦ કરતા વધુ ઘરો કવોરન્ટાઈન હેઠળ હોવા છતાં તેઓ શહેરનાં માહોલમાં ખૂલ્લે ફરી રહ્યા છે. આવા લોકો સામે તંત્રએ આકરી કાર્યવાહી કરતા અકાવવું જોઈએ નહી.
ગામના સરપંચોને પ્રેરણા આપતું ચીખલીયા ગામ
કોરોના વાઈરસના કારણે આજે મોટા મોટાસિટીના લોકો ગામડે આવી રહ્યા છે. જયારે અમુક લોકો ટાઈમ પાસ કરવા એકથી બીજા ગામ કે સગાઓને મળવા આવી રહ્યા છે. ત્યારે તાલુકાનું નાનુ એવું ચિખલીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખૂદ ગામના પાદરમાં બેસી અન્ય ગામોમાંથી આવતા લોકોને ગામમાં પ્રવેશવા દેતા નથી સાથે સાથે ગામના લોકોને કોરોના વિશેની માહિતી આપી જાગૃતકરી રહ્યા છે. ત્યારે તમામ ગામના સરપંચ ચિખલીયા ગામનો નમુનો લઈ આવી કાર્યવાહી કરે તો કોરોનાને પણ થાકીને ભાગી જવું પડે.
મુસાફર ખાના પાસે તંત્રએ આકરી કાર્યવાહી કરવી જોઈએ
શહેરનાં સ્મશાન રોડ અને એમ.ડી. ગર્લ્સ હાઈસ્કુલની પાછળ આવેલા મુસાફર ખાના પાસે હાલમાં પણ મછી વેચાઈ રહી છે. આ વિસ્તારમાં દેવીપૂજકો દ્વારા રોડ ઉપર કુકડાના પીંજરા અને મચ્છીના બોક્ષ રાખવાને કારણે ઈમરજન્સી રીક્ષા કે એમ્યુલન્સ પણ નિકળી શકતી નથી. કુકડાના પિંજરામાંથી દિધા નામની જીવાત નિકળે તે કારણે ભારે દુર્ગંધ આવે છે. આ વિસ્તારનાં લોકો રાત્રે સુતા હો ત્યારે આ જીવાતો કરડસવાથી બાળકો સુઈ શકતા નથી મામલતદાર અને પોલીસે આ વિસ્તારમાં જઈ રોડ ખૂલ્લો કરાવી મચ્છી વેચતા લોકો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ.
ગરીબ અને ભિક્ષુકો માટે સેવાભાવી સંસ્થા ખડે પગે
છેલ્લા પાંચ દિવસ થયા શહેર બંધ રહેવાને કારણે ગરીબ અને ભિક્ષુકો માટે ભુખ્ય રહેવાનો સમય આવી ગયો હતો પણ પોલીસ પરિવાર દ્વારા ઈન્ચાર્જ પીઆઈ વી.એમ. લગારીયા, મહાદેવ પરિવારના જીજ્ઞેશભાઈ વ્યાસ, નગર સેવકો અશ્ર્વિન લાડાણી, નિલ માકડીયા અજય જાગાણી, સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી સહિતની સેવા ભાવી સંસ્થાઓ દ્વારા નાસ્તો બે ટાઈમ જમવાનું ફૂટપેકેટ સહિતની વ્યવસ્થાક કરી દેવામાં આવી હતી.
કયા વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ વધુ કરવું જોઈએ
હાલના પાંચ દિવસ થયા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય બજારોમાં સઘન પેટ્રોલીંગ કરી રહી છે. તેને કારણે મોટાભાગના રોડો સાવ સુમસામ હાલત છે. પણ પોરબંદર રોડ, ધોરાજી દરવાજા સ્મશાન રોડ ઉપર પોલીસ પેટ્રોલીંગ વધારવું જોઈએ આ વિસ્તાર હજુ પણ લોકો ખૂલ્લે કોઈ કામ વગર ફરી રહ્યા છે.
કવોરન્ટાઈન હેઠળ રહેલા લોકો ખૂલ્લે ફરી રહ્યા છે
વિદેશ કે અન્ય રાજયોમાંથી આવેલા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી કરી તેને ૧૪ દિવસ સુધી કવોરન્ટાઈન હેઠળ રાખવામાં આવેલા છે. તેના દરવાજે બોર્ડ પણ લગાડવામાં આવેલ છે. છતં અમૂક લોકો આવી ચેતવણી ને ગણકાર્યા વગર ખૂલ્લે આમ ફણી બીજાની જીંદગી ને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચા-પાન-ફાકી, સીગારેટનું છાનું ખૂણે ધૂમ વેચાણ
શહેરમાં તંત્રની કડક કાર્યવાહીને કારણે હાલમાં ચાના હાટડા અને બીડી, સીગારેટ, માવા ફાકીની દુકાનો વાસ્તવમાં બંધ હાલ્તમાં જોવા મળી રહી છે. પણ અમુક દુકાનદારો ચોકકસ જગ્યાએ અથવા પોતાની ઘેરેથી તેમજ ગ્રાહકોને હોમ ડીલેવરી કરી રહ્યા છે. બંધાણીઓ પણ આવી વસ્તુના કાળાબજાર ભાવ આપી રહ્યા છે