ઇન્કવાયરી કમિશન સમક્ષ ડીજીપી સહિતના અધિકારીઓના સોગંદનામા રજુ
પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરોડો રૂપિયાની નુકસાનીની સાથે ૧૧ લોકો જેમાં ૨ પોલીસ કર્મીઓ શહીદ થયા હતા
સ્વતંત્ર ભારતમાં દરેક લોકોને પોત-પોતાના મત વ્યકત કરવાની પરવાનગી આપી છે. પછી કોઈ વ્યકિત હોય કે પછી કોઈ સમાજ હોય, કોઈ સમાજને સરકારથી નારાજગી અથવા અસંતોષ હોય તો પોતાની માંગ સરકાર સમક્ષ રાખવાનાં ઘણા અહિંસક પ્રકારો છે પરંતુ કયાંક નિજી સ્વાર્થ સાધવા હિંસાનો આસરો લેવો પડતો હોય છે જેનાથી શાંતી ડહોળાઈ જાય છે.
૨૫ ઓગસ્ટ ૨૦૧૫નાં રોજ અમદાવાદ ખાતેનાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પાટીદાર અનામત આંદોલનને લઈ જે બેઠક અને રેલી યોજવામાં આવી તેના પરીણામ સ્વરૂપે ઘણી નુકસાની, સાથો-સાથ જીવની નુકસાની પણ ગુજરાત રાજયએ વેઠવી પડી હતી.
ગુજરાતમાં ભિષણ આંદોલન તરીકે ઉભરી આવેલા પાટીદાર આંદોલન બાદ હાલનાં ગુજરાતનાં ડીજીપી અને તત્કાલીન અમદાવાદ શહેરનાં પોલીસ કમિશનર શિવાનંદ ઝા દ્વારા હાર્દિક પટેલને જયારે ડિટેઈન્ડ કરવામાં આવ્યા હતા અને તે સમયના પાટીદાર આંદોલન બાદ જે હિંસા ફાટી નિકળી હતી તે અનુસંધાને તેમના દ્વારા જસ્ટીસ કે.એ.પૂજ કમિશન સમક્ષ સોગંદનામુ રજુ કર્યું હતું.
‘રાજય સરકાર દ્વારા સિંગલ મેમ્બર કમિશનની રચના કરવામાં આવી હતી. જેમાં રેલી દરમિયાન અને સમગ્ર આંદોલન દરમિયાન જે હિંસા ફાટી નિકળી હતી અને પોલીસ દ્વારા જે કથિત અતિશયોકિત જે કરવામાં આવી હતી તે સંદર્ભે તેની તપાસની જવાબદારી પૂજ કમિશનને આપી હતી.
વધુમાં વાત કરીયે તો સોમવાર છેલ્લો દિવસ રહ્યો હતો. જેમાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સમગ્ર રાજયમાં કે જેવો આંદોલનમાં કોઈ હિંસા ન થાય અને જે બંદોબસ્તમાં હતા તે સમગ્ર અધિકારીઓ દ્વારા પોતાના સોગંદનામા કમિશન સમક્ષ મુકવાના હતા જેમાં અધિકારીઓ અને પોલીસ તંત્ર ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે સંદર્ભે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જીલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર તથા પોલીસનાં સીનીયર અધિકારીઓ જે ચાર્જમાં હતા તે સર્વે લોકોએ પોતાના સોગંદનામા કમિશન સમક્ષ રજુ કર્યા હતા. સુરત પોલીસ કમિશનર સતિષ શર્મા તથા અમદાવાદ સેકટર-૧નાં સંયુકત પોલીસ કમિશનર રાજીવ રંજન ભગતે પણ પોતાના સોગંદનામા પ્રસ્તુત કર્યા હતા. વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન સમયે સૌથી વધુ સુરત શહેર પ્રભાવિત થયું હતું. જયાં ઠેર-ઠેર હિંસા ફાટી નીકળી હતી. ઘણીખરી નુકસાની પણ થઈ હતી. સુત્રનાં જણાવ્યા પ્રમાણે જે પોલીસ તંત્ર દ્વારા જે કડકમાં કડક પગલા લેવામાં આવ્યા હતા તે હિંસા ફેલાવનારાને રોકવા માટે જ લીધા હતા જેનાથી ઘણા લોકો હિંસાનો ભોગ બન્યા હતા.
ઘણા ઉચ્ચ અધિકારીઓએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, જો પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણયો અને જે પગલા લેવામાં આવ્યા હતા તે સમયે જો ન લેવા તો ઘણા નિર્દોષ લોકો અને ઘણી પ્રોપર્ટીને નુકસાન પહોંચ્યું હોત, તેમ છતાં આક્ષેપો પોલીસ અધિકારીઓ ઉપર જ થઈ રહ્યા છે.જયારે હકિકત એ છે કે ટોળાને કાબુમાં રાખવા અને શાંતી જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. માત્ર નિર્દોષ લોકો જ નહીં પરંતુ પોલીસ જવાનો પણ ભોગ બન્યા હોત.
કમિશન દ્વારા આગેવાનોનાં સ્ટેટમેન્ટનો પણ રેકોર્ડ રાખવામાં આવ્યો છે કે, જેઓ આંદોલનમાં ભોગ બન્યા હોય તથા તેમની પ્રોપર્ટી ડેમેજ થઈ હોય, પાટીદાર અનામત આંદોલનની વિશાળ રેલી અને જીએમડીસી ખાતેની બેઠક બાદ જયારે હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.
ત્યારબાદ સમગ્ર રાજયમાં હિંસા ફાટી નિકળી હતી. જેના સમાચાર સોશયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા તે પણ એક કારણ છે હિંસા પાછળનું. કરોડો રૂપિયાની સંપતિ તથા ૧૧ જેટલા નિર્દોષ લોકો જેમાં બે પોલીસ જવાનો શહિદ થયા હતા તે આંદોલનમાં પોલીસ તંત્ર ઉપર ભરપુર માછલા ધોવામાં આવ્યા હતા. પરીણામરૂપે તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સોગંદનામાં કમિશન સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.