અસામાજીક તત્વો નાના બાળકો પાસે કરાવે છે દારૂનું વેચાણ…. તંત્ર કયારે જાગશે…?

 

અબતક, સંજય દિક્ષીત, ઈડર

ઈડર શહેરમાં રોજ નવા નવા દારુનાં બૂટલેગરો પેદા થઈ રહ્યાં છે જેમ દારૂ ખેપ્યા બોડેર ક્રોસ કરવા માટે નવા નવા પેતરા કરતા હોય છે તેવું ઈડરનાં દારૂ નાં વહેપારીઓ પણ કરવા લાગ્યા છે ઈડરમાં હવે દારુનાં વહેપારીઓ નાનાં બાળકો પાસે દારુનું વેચાણ કરાવવા માંડ્યા છે.સાબરકાંઠા જિલ્લામાં ઈડર એક એવું શહેર છે કે જ્યાં હાજર સ્ટોકમા દારુ મળી રહે છે ઈડરનાં હિંમતનગર રેલ્વે સ્ટેશન ફાટક પાસે દારુ પીવા રીતસર કીડીયારું ઉભરાય છે ઈડરનાં દામોદર વિસ્તાર તેમજ દૂરદર્શન કેન્દ્ર પાસે જાહેરમાં ભારતિય બનાવટનો અઅંગ્રેજી દારુનું ધુમ વેચાણ થાય છે ઈડર હાલુડી વિસ્તાર કે જેને મીની કારગીલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ આવેલી છે ઈડરનાં ઘાંટી વિસ્તારમાં રોજ નવા બૂટલેગરો પેદા થઈ રહ્યાં છે ઈડરના ગંભીરપુરા વિસ્તારમાં પણ દેશી તેમજ અંગ્રેજી દારુ મળી રહે છે. આતો વાત થઈ માત્ર સ્ટેન્ડ ચાલકોની ઈડર શહેરમાં 15 થી વધુ બાઈક સવારો ખુલ્લે આમ દારુનું વેચાણ કરે છે જે હોમ ડિલિવરી આપે છે  છતાં સરકારી ચોપડે સબ સલામત હૈ ની વાતો થાય છે ઈડરના નાના મોટા તમામ દારુના વહેપારીઓ ઈડર પોલિસ સ્ટેશન આગળ ધામાં નાખી બેસી રહે છે આ દારુના વહેપારીઓ હવે નાના બાળકો ને પણ છોડ્યા નથી ઈડર શહેરમાં આવેલા અનાજ માર્કેટ પાસે એક નાની વયનો છોકરો દારૂ વેચી રહ્યો છે

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.