- રાજકીય શોક છતાં જિલ્લા પંચાયત કચેરીએ ફૂલ કાઠીએ લહેરાયો તિરંગો
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશમંત્રી હુસૈન આમીર અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થતા આજે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો અધિક કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા એવું સ્પષ્ટ જાહેર કરાયું હતું કે આજે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવો જોકે જિલ્લા પંચાયતના અધિકારીઓ આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનું વિસરી ગયા હોય તેવું લાગી રહ્યું હતું કોર્પોરેશન દ્વારા માલવિયા ચોક અને સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા પરંતુ આજે રેસકોર્સ સ્થિત રાજકોટ જિલ્લા પંચાયતની કચેરી ઉપર ફૂલ કાઢીએ તિરંગો લહેરાતો હતો આ અંગે કોઈ અધિકારી કે શાસક પાક ના પદાધિકારીનું પણ ધ્યાન પડ્યો ન હતો. સામાન્ય રીતે જ્યારે રાષ્ટ્રીય કે રાજકીય શોક જાહેર કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો રહે છે આજે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હોવા છતાં જિલ્લા પંચાયત તંત્રને રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનું યાદ રહ્યું ન હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે કોઇ મહામાનવનું મૃત્યુ થતું હોય છે અથવા કોઇ રાષ્ટ્રીય આફત આવતી હોય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવતો હોય છે. જેમાં એક થી લઇ પાંચ દિવસ સુધીના રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવતા હોય છે. અનેકવાર એવું બન્યું છે કે રાષ્ટ્રીય શોક દરમિયાન અલગ-અલગ સરકારી વિભાગો પોતાની કચેરી પર ફરકતા રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ લહેરાવવાનું ભૂલી જતા હોય છે. જિલ્લા પંચાયત તંત્રના અધિકારીઓ પણ આજે રાષ્ટ્રીય રાજકીય શોક હોવા છતાં તિરંગાને અડધી કાઠીએ ફરકાવવાનું વિસરી ગયા હતા.