આ શહેરના તંત્રએ અચાનક ચેકિંગ હાથ ધરતા આટલા બધા ડ્રાઇવર પીધેલા ઝડપાયાગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં બુટલેગરો અને દારૂનો વેપાર કરનારાઓ ની કોઈ કમી નથી પોલીસ દિવસેને દિવસે હજારો અને લાખો રૂપિયાનો દારૂ પકડે છે છતાં પણ ગુજરાતમાં હંમેશા દારૂની ઘુસણખોરી ચાલુ જ રહેતી હોય છે ત્યારે જે લોકો જાહેર જનતા સાથે જોડાયેલા છે અને જેઓના હાથોમાં ઘણા બધા લોકોની જિંદગી છે તેવા એએમટીએસના ડ્રાઈવરો પીધેલી હાલતમાં બસો ચલાવતા તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
તાજેતરમાં જ અમદાવાદ એએમટીએસની બસ ચલાવતા ડ્રાઇવરનો દારૂ પીધેલી હાલતમાં લથડીયા ખાતા ખાતા ગાડી હકાલતા હોવાનું જાણવા મળતા લોકોએ ડ્રાઇવરને ઉતારી હંગામો કર્યાનો વિડીયો વાયરલ થયો હતો જેને જોઈને તંત્ર સફાળું જાગ્યું છે અને આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ ટીમ દ્વારા અમદાવાદ સારંગપુર એએમટીએસ ટર્મિનલ ખાતે બસના ડ્રાઇવરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સાત જેટલા ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયા હતા.
એએમસીની વિજિલન્સ ટીમ દ્વારા ડ્રાઇવર ડ્યુટી શરૂ કરે તે પહેલા જ બ્રેક એનલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં અમુક ડ્રાઇવરોના રિપોર્ટ નીલ આવ્યા હતા તેઓને બસ લઈને જવા દેવામાં આવ્યા, જેમાં સાત જેટલા ડ્રાઈવરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હવે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.