આંકડાકીય વિગત પ્રમાણે લોકોને પુરતુ પાણી મળતું નથી હોય: ટેકનીકલ નિષ્ણાંતો

હાલારમાં ગત નબળા ચોમાસાના કારણે પીવાના પાણીની કસોકસ સ્થિતિ છે અને હજુ સ્થિતિ વધુ વણસે તેવી દહેશત પણ છે, ત્યારે પાણીની જરુરીયાત કેટલી છે? તેના કસોકસ આંકડા જાહેર કરતું તંત્ર પાણીનો બગાડ એટલે કે લાઇન લોસ તો ગણતરીમાં લેતું જ નથી. ખરેખર તંત્રના આંકડા મુજબ જોઇએ તો માત્ર આંકડાકીય વિગત પ્રમાણે લોકોને પુરતુ પાણી નહીં જ મળતું હોય તેમ ટેકનીકલ નિષ્ણાંતોનો અભિપ્રાય છે.

જામનગર જીલ્લાના શહેરી વિસ્તારો જામનગર, ધ્રોલ, કાલાવડ, સિકકા, જામજોધપુર સહીતના વિસ્તારોમાં કુલ મળીને ડીમાન્ડ છે. ૧૧૯ થી ૧૨૦ એમએલડી ની તેની સામે તંત્રનો દાવો છે કે ૧ર૦ કે તેથી થોડુ વધુ પાણી સપ્લાય થાય છે. જયારે જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર જેમાં જામનગરના ૯૮, લાલપુરના ૭૩, ધ્રોલના ૪૧, જોડીયાના પર, કાલાવડના ૯૮, જામજોધુપર ૬૯ મળી ૪૩૧ ગામો માટે દૈનિક પ૬ એમએલડી પાણીની માંગ સામે પ૬ એમએલડી પાણી પહોચાડાય છે.

જયારે દ્વારકા જીલ્લાના ૬ શહેરી વિસ્તારની ૨૩.૫૦ એમએલડી જરુર સામે ૧૭.૫૦ એમએલડી પાણી આપી શકાય છે. અને ચાર તાલુકાના ર૬૬ ગામોની ૩૬.૫૦ એમએલડી ની માંગ સામે તેટલું પાણી પુરુ પડાય છે. આ પાણી નર્મદા ડેમ અને સ્થાનીક સોર્સથી પુરુ પડાય છે.

તંત્રના આ અધિકૃત આંકડાઓ મુજબ કુલ જરુરીયાત ૨૩૬ એમએલડીની થઇ તેની સામે તેટલું જ પાણી તંત્ર રોજ પુરુ પાડે છે તેમ જણાવે છે.જો તંત્રના આ અધિકૃત આકડાને માન્ય રાખીએ તો રોજ બન્ને જીલ્લામાં પાણી પુરતુ અપાય છે. પરંતુ ખરેખર તો દરેક નાગરીકોને રોજ પુરતુ પાણી મળતું જ નથી તે નરી વાસ્તવિકતા છે, વળી આ ગણતરી ર૦૧૧ ની વસ્તુ મુજબ કરાતી હોય તંત્ર વાસ્તવિકતાથી દુર છે અને આકડા રોજના દર્શાવી શા માટે અને કોને ગેરમાર્ગે દોરાય છે?

તેમ છતાંય માની લઇએ ડીમાન્ડ મુજબ સપ્લાય છે તો જેટલી ડીમાન્ડ તેટલી સપ્લાય પત્રકોમાં દર્શાવાય છે તો શું સપ્લાય થતું સો ટકા પાણી લોકો સુધી બગાડ વગર પુરેપુરી પહોંચતું હશે? સરકારી અધિકારીઓ જ આ શકયતા નકારે છે. ત્યારે લોકોને મૂર્ખ બનાવવાના આંકડાને બદલે વાસ્તવિક ચિત્ર પ્રજા સમક્ષ રજુ ના કરવામાં કોનું ભલું છે તે પણ તપાસ માંગી લેતી બાબત છે.

ઓછામાં ઓછો ૧૦ થી ૧પ ટકા લાઇન લોસ ગણવો જપડે પાણી સપ્લાય વિભાગના એક અધિકારીઓ જણાવ્યું કે ૧૦ થી ૧પ ટકા લાઇન લોસ ગણવો જ પડે લીકેજ, સીપેજ, બગાડ સહીતનો આટલો જથ્થો લોકો સુધી ઓછો પહોંચશે તેમ માની વધુ સપ્લાય કરવી પડે તેમજ આ અંદાજ સીટી વિસ્તારનો છે ગ્રામ્યમાં લાઇન લોસ ર૦ થી રપ ટકા ગણાય કેમ કે અંતર ખુબ વધુ લાઇનો જુની હોવાથી લૌકેજ સીપેજ બગાડ વધુ  હોય.

આ વાસ્વવિકતા સામે બન્ને જીલ્લામાં રોજ ર૮૦ એમએલડી નહી તો ઓછામાં ઓછું ર૬૫ એમએલડી તો સપ્લાય કરવી જ જોઇએ ત્યારે આ બાબતો ખુલાસો પાણી પુરવઠટા બોર્ડે પાણી સમીતીના વડા સમક્ષ સ્પષ્ટ રીતે કર્યો હશે કે મીટીંગ રુટીન મુજબ ચાલતી હશે? કેમ કે આ ઘટ તો સ્વીકારવી જ પડે તો લોકોને પુરતુ પાણી નથી મળતું એ સ્વીકારવું પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.