ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે ચુંટણીને લઇ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ઉમેદવારો દ્વારા ચૂંટણી પાછળ કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે 146 ટિમો કામે લગાવામાં આવી છે.
બેનામી નાણાંની હેરાફેરી અને કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે કુલ 23 ચેક પોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં શાંતિ ઝળવાઈ તે માટે કુલ 17 લોકો પર પાસા એકટ હેઠળ જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 20.26 લાખ મતદાતાઓ મતદાન કરશે. ચૂંટણી કામગીરી માં 15 હજાર થી વધુ સરકારી કર્મચારીને કામે લગાવામાં આવ્યા છે.
ફારુક ચૌહાણ