વિસાવદર તાલુકામાં ગત મે માસમાં આવેલા વાવાઝોડાથી અનેક ગામોમાં મકાનો તેમજ ખેતીવાડીમાં ઉનાળુ પાકને નુકશાન થયેલ જે અંગે સરકાર દ્વારા પણ વળતર આપવાની જાહેરાત કરેલ પરંતુ સરકારની ઢીલી નીતીને કારણે યોગ્ય રીતે કોઇપણ પ્રકારનું વળતર માટે સર્વે થયેલ નહી જેથી તાલુકાના ગામડામાં અનેક ખેડુતો કે જેમને ખરેખર ઉનાળુ પાકનું નુકશાન થયું છે તેમને વળતર મળ્યું નથી. તેમજ ગામડામાં કાચા મકાનો પડી ગયા હોય તેમને પણ વળતર મળેલ નથી આવુ જ ખેતીવાડી વિસ્તારમાં ગોડાઉનોનુ પણ કોઇ ખેડુતને વળતર મળેલ નથી.
આ બધા પ્રકારના વળતર દરેક ગામ દીઠ અમુક લોકોને જ મળેલ બાકીના વંચીત રહી ગયેલ જેને પરિણામે તાલુકાભરમાં ભારોભાર અસંતોષની લાગણી ફેલાવેલ અને આવા સહાયથી વંચીત રહી ગયેલા લોકો દ્વારા કોંગ્રેસને રજુઆત કરતા કોંગ્રેસ દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા તેમજ માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડદોરીયા, દ્વારા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડુતોનું વિશાળ સંમેલન બોલાવી પ્રાંત ઓફીસર સામે ધરણા કરતા તંત્ર દ્વારા લાગતા વળગતા જુનાગઢથી અધિકારીઓ ને બોલાવી પ્રાંત અધિકારી ભુમી કેશવાલાની હાજરીમાં અન્યાય થયેલ ખેડુતોને યોગ્ય ન્યાય મળશે તેવી ખાત્રી આપતા આંદોલન પૂર્ણ થયેલ.