13 થી 15 ઓગસ્ટ, સુધી દરેક આચાર્ય, પ્રાધ્યાપકો, કોલેજોના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ પોતાની કોલેજના બિલ્ડીંગ તથા સર્વના ઘરે તિરંગા લહેરાવવા અપીલ કરતા કુલપતિ ડો. ગિરીશ ભીમાણી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્ય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને આજરોજ ઓનલાઈન મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.આ
મીટીંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ સૌ આચાર્ય જણાવ્યું હતું કે તા. 13 થી 15 ઓગસ્ટ, 2022 સુધી દરેક આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપક, કોલેજોના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ પોતાની કોલેજના બિલ્ડીંગ તથા સર્વના ઘરે તિરંગા લહેરાવવા અપીલ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રનું આપણને ગૌરવ હોય જ. આપણા વિદ્યાર્થીઓને આપણા રાષ્ટ્રનું ગૌરવ થાય એ માટે વિદ્યાર્થીઓને વિવિધ બાબતોથી અવગત કરાવવા જોઈએ, સાથે સાથે વિદ્યાર્થીઓને આપણા રાષ્ટ્રધ્વજનું મહત્વ જણાવવું જોઈએ.કુલપતિએ યુ.જી.સી., કેન્દ્ર સરકાર અને રાજય સરકારના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં તિરંગાના મહત્વ પર નિબંધ, ચિત્ર સ્પર્ધા, ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા, તિરંગાને લગતા ગીતો ગાવાની સ્પર્ધા, નાટક, એકપાત્રિય અભિનય જેવા કાર્યક્રમો કરવા આચાર્યોને આહવાન કરેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ સૌ આચાર્યોને જણાવ્યું હતું કે આપણો રાષ્ટ્રધ્વજ એ ભારતના સાર્વભૌમત્વનું પ્રતિક છે. આપણા દેશના રાષ્ટ્રધ્વજનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ.સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અંતર્ગતના આ તમામ કાર્યક્રમનો અહેવાલ અને ફોટા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈમેઈલ એડ્રેસ ૂયબતફીીક્ષશ.ફભ.શક્ષ પર મોકલી આપવા જણાવેલ હતું.
આ ઓનલાઈન મીટીંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ અમિત પારેખ, નાયબ કુલસચિવ આર.જી. પરમાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.